શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં લાગૂ થશે નવી Electrical Vehicle Policy, ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર સરકાર કેટલી કરશે આર્થિક મદદ ? જાણો
દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે દિલ્હી સરકારે હવે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લોન્ચ કરી દિધી છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણથી હવામાં શ્વાસ લેવામાં મુશ્કેલ થયું છે. દિલ્હી સતત વધી રહેલા પ્રદૂષણનું સૌથી મોટું કારણ દિલ્હીમાં વધી રહેલા વાહનોની સંખ્યા છે. દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે દિલ્હી સરકારે હવે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લોન્ચ કરી દિધી છે.
અરવિંદ કેજરીવાલે લોન્ચ કરી નવી ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ડિજિટલ પત્રકાર પરિષદના માધ્યમથી જણાવ્યું કે દિલ્હીમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી નોટિફાઈ કરી દેવામાં આવી છે. કેજરીવાલનું કહેવું છે કે આવનારા સમયમાં આજથી પાંચ વર્ષ બાદ પૂરી દુનિયામાં ઈલેક્ટ્રિકલ વ્હીકલની ચર્ચા કરવામાં આવશે તો દિલ્હીનું નામ સૌથી ઉપર હશે. તેમનું કહેવું છે કે આ પોલિસી સમગ્ર દેશની સૌથી પ્રોગેસિવ પોલિસી છે તેમણે એક ખૂબ જ સારી પોલિસી તૈયાર કરી છે.
અરવિંદ કેજરીવાલ અનુસાર દિલ્હીમાં તેમણે મોટાભાગે લોકોને મળી આ વિષય પર ચર્ચા કર્યા બાદ આ પોલિસીનો પ્લાન કર્યો છે. તેમનું કહેવું છે કે ગત 2-3 વર્ષ વચ્ચે ખૂબ મહેનત બાદ તમામ લોકો સાથે ચર્ચા કરી દિલ્હીની ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આજ સવારે આ પોલિસીને નોટિફાઈ કરી દેવામાં આવી છે.
ગ્રાહકોને મળશે આર્થિક મદદ
કેજરીવાલની આ નવી ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી અંતર્ગત દિલ્હી સરકાર ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને આર્થિક મદદ કરશે. તેમનું કહેવું છે કે ટુ-વ્હીલર વાહન ચાલકોને 30,000, ઇલેક્ટ્રિક કાર માટે 1.5 લાખ, ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા અને ઇ-રિક્ષા માટે 30,000 અને માલવાહક ઇલેક્ટ્રિક વાહનો માટે 30,000ની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion