શોધખોળ કરો
Advertisement
ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડનાર શ્રીનિવાસનો પણ તૂટ્યો રેકોર્ડ, આ દોડવીર માત્ર 9.51 સેકેન્ડમાં 100 મીટર દોડ્યો
નિશાંત શેટ્ટીએ વેનુરમાં રવિવારે યોજાયેલી કમ્બાલા રેસમાં આ રેકોર્ડ બનાવ્યો છે. તેની સરખાણી પણ જમૈકાના સૌથી ઝડપી દોડનાર ઉસેન બોલ્ટ સાથે કરવામાં આવી રહી છે.
મંગલુરુ: વધુ એક કમ્બાલા રેસરે કર્ણાટકમાં પરંપરાગત ભેંસોની દોડમાં 100 મીટરનું અંતર 9.51 સેકન્ડમાં પૂરુ કરીને શ્રીનિવાસનો રેકોર્ડ તોડી દીધો છે. શ્રીનિવાસ ગૌડા તાજેતરમાં જ આ દોડમાં શાનદાર પ્રદર્શન કરીને સોશિયલ મીડિયા પર છવાયો હતો.
નિશાંત શેટ્ટીએ વેનુરમાં રવિવારે યોજાયેલી કમ્બાલા રેસમાં આ રેકોર્ડ બનાવ્યો છે. તેની સરખાણી પણ જમૈકાના સૌથી ઝડપી દોડનાર ઉસેન બોલ્ટ સાથે કરવામાં આવી રહી છે. આયોજકોએ જણાવ્યું કે, નિશાંતે 28 વર્ષની ગૌડનાનો રેકોર્ડ તોડી દીધો છે. કમ્બાલાના આયોજકોએ જણાવ્યું કે નિશાંત શેટ્ટી સિવાય ચાર પ્રતિસ્પર્ધીઓએ 100 મીટરની દોડ 10 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં પૂરી કરી હતી.
નિશાંત શેટ્ટી(9.51 સેકન્ડ) સિવાય શ્રીનિવાસ ગૌડા(9.55 સેકન્ડ), સુરેશ શેટ્ટી (9.57 સેકન્ડ) અને ઇરુવથૂર આનંદ(9.57 સેકન્ડ) છે. આનંદ અને સુરેશ વેનુરની કમ્બાલા દોડમાં ભાગ લીધો હતો.
આ પહેલા 1 ફેબ્રુઆરીએ મેંગલુરૂના આઇકલા ગામમાં આયોજિત રેસમાં કર્ણાટકના શ્રીનિવાસ ગૌડાએ માત્ર 13.62 સેકન્ડમાં 142.50 મીટરનું અંતર કાપ્યું હતું. ત્યારબાદ તેની સરખામણી ઉસેન બોલ્ટ સાથે કરવામાં આવી હતી કારણ કે તેણે માત્ર 9.55 સેકન્ડમાં શરૂઆતનું 100 મીટરનું અંતર કાપ્યું હતું. ત્યાર બાદ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. કર્ણાટક સરકારે આ ઉપલબ્ધિ માટે તેમનું સન્માનિત પણ કર્યા હતા. દેશના રમતગતમ મંત્રી કિરણ રિજિજુએ પણ શ્રીનિવાસની ટ્રાયલ માટે બોલાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement