શોધખોળ કરો

Diwali Rocket: દિવાળીની આતશાબીજીથી ભય, અજાણ્યા યુવકે ઘરની ઉપર છોડ્યા એક પછી એક ધડાધડ રૉકેટ, વીડિયો થયો વાયરલ

એક યુવકે દિવાળીના રૉકેટનો મારો એવો ચલાવ્યો હતો કે, તે ધડાધડ એક એપાર્ટમેન્ટમ પર જઇને પડ્યા હતા. તેની આ દિવાળીની ઉજવણીથી લોકો ડરી ગયા હતા.

Diwali Rocket, ઘણીવાર દિવાળીની આતશાબાજીની મજા સારી રહેવાને બદલે કેટલાક મોટા જોખમી બની જાય છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રમા ઘટી છે, અહીં થાણેમાં એક ઘર પર એક પછી એક ધડાધડ રૉકેટમારો થતાં જ લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા, આ દિવાળીના રૉકેટે લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. આ ઘટના બાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.  આ ઘટના મુંબઈ પાસેના થાણેના ઉલ્હાસનગરનાં ગૉલ મેદાન વિસ્તારમાં આવેલા હીરાપન્ના નામના એપાર્ટમેન્ટ પર ઘટી હતી. 

ખરેખરમાં, અહીં એક યુવકે દિવાળીના રૉકેટનો મારો એવો ચલાવ્યો હતો કે, તે ધડાધડ એક એપાર્ટમેન્ટમ પર જઇને પડ્યા હતા. તેની આ દિવાળીની ઉજવણીથી લોકો ડરી ગયા હતા. આ યુવકની હજુ સુધી જાણ થઇ શકી નથી, પરંતુ કેટલાક કહી રહ્યાં છે કે તેમને તે માથાભારે યુવક રૉકેટનું બોક્સ લઈ બિલ્ડિંગની સામે ઉભો રહેલો જોયો હતો. તે દરમિયાન તે છુટ્ટા રૉકેટ ફેંકી રહ્યો હતો. 

યુવક એક સાથે આખુ બૉક્સ સળગાવતા તેમાંથી છૂટતા રૉકેટ ક્યારેક એપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં તો ક્યારેક બાલ્કનીની બારીમાં આવીને પડ્યા હતા. લોકોના આ ઘટનાથી જીવ અધ્ધર થઇ ગયા હતા. આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને પોલીસે આ યુવકને શોધી રહી છે. 

વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો વિકાસઃ 2023થી ન્યૂયોર્કમાં દિવાળીના તહેવાર પર સ્કૂલમાં મળશે રજા
ભારતીય સંસ્કૃતિ દેશ-વિદેશમાં ઝડપથી ફેલાઈ રહી છે. ભારતીય સંસ્કૃતિ તરફ વિદેશી નાગરિકોનો ઝોક ઝડપથી વધી રહ્યો છે, તેથી મેયર એરિક એડમ્સે મોટી જાહેરાત કરી. આગામી વર્ષ 2023થી, ન્યૂયોર્ક સિટી પબ્લિક સ્કૂલમાં દિવાળી નિમિત્તે રજા રહેશે. સીએનએનના અહેવાલ મુજબ, મેયર એરિક એડમ્સ સાથે ન્યૂયોર્ક એસેમ્બલીના સભ્ય જેનિફર રાજકુમાર જોડાયા હતા, જેમણે ન્યૂયોર્ક સિટી પબ્લિક સ્કૂલ્સના ચાન્સેલર ડેવિડ બેન્ક્સને દિવાળીની રજા માટે કાયદો રજૂ કર્યો હતો, જેને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, વર્ષ 2023 થી, દિવાળીના તહેવાર પર ન્યૂયોર્કમાં રજા રહેશે.

એનિવર્સરી ડેને બદલે 'દિવાળી'નો તહેવાર ઉજવાશે 
ધારાસભ્યોએ એનિવર્સરી ડેમાં ફેરબદલ કર્યો, જે જૂના સમયનો "બ્રુકલિન-ક્વીન્સ ડે", પબ્લિક સ્કૂલ કેલેન્ડરમાં જૂનના પ્રથમ ગુરુવારે દિવાળીની રજાની રજા માટે ઉજવવામાં આવતો હતો. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, વર્ષ 1829 થી પુસ્તકો પર વર્ષગાંઠ દિવસ અને 1900 ના દાયકાના મધ્યભાગથી શાળાની રજા હોવાના અહેવાલ છે. સીએનએનના અહેવાલ મુજબ, લોકોએ મીટિંગમાં મહિલાએ કહ્યું કે ન્યૂયોર્ક સિટી પબ્લિક સ્કૂલના કેલેન્ડરમાં દિવાળીની રજાઓ માટે પૂરતી જગ્યા નથી, પરંતુ મીટિંગમાં મહિલાએ કહ્યું કે અમારો કાયદો આ માટે જગ્યા બનાવે છે, તેથી હવે વર્ષગાંઠ દિવસને બદલે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.

જેનિફર રાજકુમારે શું કહ્યું?
જેનિફર રાજકુમારે એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે ન્યૂયોર્કના લગભગ 2 લાખ નાગરિકો, જેમાં હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન સામેલ છે અને પ્રકાશના તહેવાર દિવાળીમાં તેમની શ્રદ્ધાને ઓળખવાનો યોગ્ય સમય છે. રાજકુમારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ કાયદા અનુસાર નવા શાળા સમયપત્રકમાં હજુ 180 દિવસનો સમય હશે. તે સાથે જ તેમણે કહ્યું કે આ નિર્ણયથી અમે અમારા બાળકોને દિવાળીના તહેવાર વિશે જાણવા માટે પ્રોત્સાહિત કરીશું, હવે અમે તેના વિશે વાત કરીશું. જે પ્રકાશનો ઉત્સવ છે અને તમે તમારી અંદર કેવી રીતે રોશની કરો છો તેમજ તેમણે કહ્યું હતું કે જ્યારે આપણે આ તહેવારને સ્વીકારીએ છીએ, તો તેનો અર્થ એ છે કે આપણે આપણી અંદર રહેલા પ્રકાશને સ્વીકારી રહ્યા છીએ જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Embed widget