પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે વિશાખાપટ્ટનમ, મુંબઈ અને ગુજરાતમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા બિછાવેલા જાસૂસી ટ્રેપ રેકેટના સંબંધમાં ગુજરાત અને મહારાષ્ટ્રા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
![પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો NIA raids in Gujarat and Maharashtra in ISI espionage case પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/f43f7143c9abe80e595794c6189e0a3c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે વિશાખાપટ્ટનમ, મુંબઈ અને ગુજરાતમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા બિછાવેલા જાસૂસી ટ્રેપ રેકેટના સંબંધમાં ગુજરાત અને મહારાષ્ટ્રા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અનેક ડિજિટલ ડિવાઈઝ, આપત્તિજનક દસ્તાવેજો અને સિમ કાર્ડ્સ મળી આવ્યા છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે આ મામલો આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિજયવાડામાં નોંધવામાં આવ્યો હતો. બાદમાં આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી હતી. એજન્સીએ 23 ડિસેમ્બર 2021ના રોજ આ મામલે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. આ કેસ અંગે એજન્સીના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, આ કેસમાં એવો આરોપ છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ તેના એજન્ટો દ્વારા ભારતમાં જાસૂસીની જાળ બિછાવવાનો પ્રયાસ કર્યો છે. આ માટે તેઓએ સંવેદનશીલ માહિતી એકઠી કરવા અને વિશાખાપટ્ટનમ, મુંબઈ અને ગુજરાતના ઘણા ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું છે.
જેમા તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ભારતીય મોબાઈલ ફોનના સિમકાર્ડનો ખુલ્લેઆમ જાસૂસી હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ સિમ કાર્ડની ગતિવિધિઓ તેમના પાકિસ્તાની હેન્ડલરો દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે પાકિસ્તાની એજન્ટો ભારતીય સંરક્ષણ સેવાઓ સાથે જોડાયેલા વધુને વધુ લોકોને આ જાળમાં ફસાવવા અને તેમના દ્વારા સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આજે આ કેસમાં ગુજરાતના ગોધરા બુલઢાણા અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, એજન્સીએ શંકાસ્પદ સિમ કાર્ડ, આપત્તિજનક દસ્તાવેજો અને કેટલાક ડિજિટલ ડિવાઈઝ જપ્ત કર્યા છે. એજન્સીનું કહેવું છે કે તપાસ બાદ આ મામલામાં કેટલાક લોકોની ધરપકડ થઈ શકે છે. આ મામલે તપાસ ચાલી રહી છે. આવનારા સમયમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)