શોધખોળ કરો
Advertisement
નિર્ભયા કેસઃ દોષિત વિનયને ઝાટકો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દયા અરજી ફગાવી
આ પહેલા રાષ્ટ્રપતિએ દોષિ મુકેશની દયા અરજી ફગાવી દીધી હતી.
નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિત વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ રામાનથ કોવિંદે ફગાવી દીધી છે. સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિએ શનિવારે નિર્ભયા ગેંગ રેપના ચાર દોષિતોમાંથી એક વિનયની દયા અરજી ફગાવી દીધી છે. વિનયના વકીલ એપી સિંહે બુધવારે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી કરી હતી. વિનયની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટ પહેલા જ ફગાવી ચૂક્યું છે.
આ પહેલા રાષ્ટ્રપતિએ દોષિ મુકેશની દયા અરજી ફગાવી દીધી હતી. હવે તિહાર જેલ પ્રશાસને પટિયાલા હાઉસ કોર્ટમાં જણાવવાનું રહેશે કે રાષ્ટ્રપતિએ વિનયની દયા અરજી ફગાવી દીધી છે. માટે ચારોય દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ જારી કરવામાં આવે. જોકે દયા અરજી ફગાવી દીધા બાદ વિનયની સાથે હજુ પણ વિકલ્પ છે. મુકેશની જેમ જ તે પણ તેની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે.
આ પહેલા શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોની ફાંસી ફરી એક વખત ટાળી દીધી હતી. તમામ દોષિતોને આજે શનિવારે સવારે 6 કલાકે ફાંસી આપવાની હતી. કોર્ટે આગામી આદેશ સુધી ફાંસી અટકાવી દીધી હતી. કોર્ટે ફાંસી ટાળવા મટે નીયમ 836ને ટાંક્યો હતો. જે કહે છે કે જો દયા અરજી વિચારાધિન હોય તો દોષિતને ફાંસી ન આપી શકાય. આ નિર્ણય એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement