શોધખોળ કરો

Nirbhaya Case: બીજી વખત ફાંસી ટળતા રડી પડી નિર્ભયાની માતા, કહ્યુ-દોષિતોના વકીલે મને પડકાર આપ્યો છે

નિર્ભયાની માતાએ કહ્યું કે, દોષિતોના વકીલ એપી સિંહે મને આંગળી બતાવીને ચેલેન્જ આપતા કહ્યું છે કે દોષિતોને ક્યારેય પણ ફાંસી આપવામાં નહી આવે.

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના ચારેય દોષિતોની આવતીકાલે થનારી ફાંસી ફરીવાર ટાળી દેવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે આગામી આદેશ સુધી દોષિતોની ફાંસી પર રોક લગાવી દીધી હતી. જેને લઇને નિર્ભયાની માતાએ કહ્યું કે, દોષિતોના વકીલ એપી સિંહે મને આંગળી બતાવીને ચેલેન્જ આપતા કહ્યું છે કે દોષિતોને ક્યારેય પણ ફાંસી આપવામાં નહી આવે. નિર્ભયાની માતાએ રડતા રડતા કહ્યું કે હું મારી લડાઇ ચાલુ રાખીશ. સરકારે દોષિતોન ફાંસી આપવી જોઇએ. નિર્ભયાની માતાએ કોર્ટ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે, મને એ વાતની તકલીફ નથી કે જે કોર્ટમાં અનેક વર્ષોથી હાથ જોડીને ઉભી છું તે કોર્ટે ફાંસી પર સ્ટે મુકી દીધો છે. મને એ વાતની તકલીફ છે કે દોષિતોના વકીલ એપી સિંહે મને ચેલેન્જ આપી કહ્યું છે કે આ ફાંસી અનંતકાળ સુધી નહી થાય. નિર્ભયાની માતાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, તે જુએ કે દોષિતોના વકીલે કેવી રીતે કહ્યું છે કે આ ફાંસી અનંતકાળ સુધી નહી થાય. સાત લોકો સામે સરકાર અને કોર્ટ મને ઝૂકાવી રહી છે. કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, અમારી નજરમાં ફક્ત અરવિંદ કેજરીવાલ ગુનેગાર છે. તે મહિલાઓની સુરક્ષાને લઇને સત્તામાં આવ્યા હતા. આજે નિર્ભયાને ન્યાય અપાવવા માટે તેમણે રમત રમી છે. જેલ ઓથોરિટી તેમના હાથમાં છે. ચાર કલાક જજ સાથે વાત કરતા રહ્યા અને ત્યારબાદ જજે એક મિનિટમાં આવીને કહ્યું કે, ફાંસી પોસ્ટપોન છે. દિલ્હીની પ્રજા સમજી લે કે મહિલાઓની સુરક્ષા જરૂરી છે કે વિજળી અને પાણી. જો દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નહી રહે તો આ માટે ફક્ત કેજરીવાલ જ જવાબદાર છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget