શોધખોળ કરો
Advertisement
સંસદમાં સરકારે કહ્યું- છેલ્લા છ મહિનામાં ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરીની કોઇ સૂચના નથી
સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે છેલ્લા છ મહિનામાં કેટલી વખત સરહદ પર પાકિસ્તાન અને ચીન તરફથી ઘૂસણખોરીની ઘટના બની છે
નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે છેલ્લા છ મહિનામાં કેટલી વખત સરહદ પર પાકિસ્તાન અને ચીન તરફથી ઘૂસણખોરીની ઘટના બની છે. જેના પર ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કહ્યું કે, છેલ્લા છ મહિનામાં ભારત-ચીન સરહદ પર કોઇ ઘૂસણખોરીની સૂચના નથી. જ્યારે પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર બંન્ને દેશો વચ્ચે લાંબા સમયથી સૈન્ય ગતિરોધ છે. બંન્ને પક્ષના સૈનિકો વચ્ચે લડાઇના અહેવાલો આવતા રહે છે.
ભારત પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી પર ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન તરફથી ફેબ્રુઆરીમાં શૂન્ય, માર્ચમાં ચાર, એપ્રિલમાં 24. મે મહિનામાં આઠ, જૂનમાં શૂન્ય અને જૂલાઇમાં 11 વખત ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે.એક દિવસ અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, છેલ્લા લગભગ નવ મહિનામાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક સીઝફાયરના ભંગની કુલ 3186 ઘટનાઓ બની છે જે છેલ્લા 17 વર્ષમાં સૌથી વધુ છે.
સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે, એક જાન્યુઆરીથી 31 ઓગસ્ટ વચ્ચે જમ્મુ ક્ષેત્રમાં ઇન્ટરનેશનલ સરહદ પાસે સરહદ પારથી ગોળીબારની 242 ઘટનાઓ બની. એક જાન્યુઆરીથી સાત સપ્ટેમ્બર વચ્ચે જમ્મુ ક્ષેત્રમાં એલઓસી નજીક સીઝફાયર ભંગની કુલ 3186 ઘટનાઓ બની હતી. આ વચ્ચે સાત સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ કાશ્મીરમાં સૈન્યના આઠ જવાન શહીદ થયા અને બે અન્ય ઇજાગ્રસ્ત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion