શોધખોળ કરો
Advertisement
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગરમીનો પારો વધ્યો
છેલ્લા એક સપ્તાહમાં દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે.
નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે અને બીજી તરફ ગરમીએ પણ પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. છેલ્લા એક સપ્તાહમાં દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. શનિવાર 23 મેના રોજ દિલ્હીનું તાપમાન 44.7 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું, જે આ સીઝનમાં અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો.
જ્યારે રવિવારે બપોરે 3 વાગ્યે દિલ્હીનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે દેશમાં સૌથી વધુ ગરમ વિસ્તારમાં આવનાર ચુરૂમાં રવિવારે તાપમાન 45 ડિગ્રી રહ્યું હતું.
દેશમાં રવિવારે સૌથી વધુ તાપમાન મધ્યપ્રદેશના ખજુરાહોમાં નોંધાયું હતું, અહીં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે ઝાંસી અને આગરા જેવા શહેરોમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.
દેશમાં 24 મેના મુખ્ય 10 શહેરોનું તાપમાન (બપોરના 3 વાગ્યા સુધી)
ખજુરાહો, એમપી-47 ડિગ્રી
ગ્વાલિયર, એમપી-46 ડિગ્રી
ઝાંસી,યૂપી-46 ડિગ્રી
આગરા,યૂપી- 46 ડિગ્રી
અકોલા,મહારાષ્ટ્ર- 45 ડિગ્રી
ચુરૂ,રાજસ્થાન-45 ડિગ્રી
દિલ્હી- 45 ડિગ્રી
નાગપુર,મહારાષ્ટ્ર-45 ડિગ્રી
ભોપાલ,એમપી-45 ડિગ્રી
બીરાનેર,રાજસ્થાન-45 ડિગ્રી
(સ્ત્રોત-એક્યૂવેધર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement