શોધખોળ કરો
Advertisement
મનોજ તિવારીનો લૉકડાઉનમાં ક્રિકેટ રમવાનો મામલો, સ્ટેડિયમના MDને નોટિસ
એસડીએમ સ્વપ્નિલ રવિન્દ્ર પાટિલે સ્ટેડિયમ એમડીને નોટિસ ફટકારીને પુછ્યું છે કે, ક્રિકેટ મેચનુ આયોજનની સ્વીકૃતિ કયા અધિકારી દ્વારા આપવામાં આવી હતી
સોનીપતઃ ગન્નૌરના શેખપુરા સ્થિત યુનિક ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીના ક્રિકેટ રમવાના મામલે સ્ટેડિયમના એમડીને ગન્નૌર એસડીએમ સ્વપ્નિલ રવિન્દ્ર પાટિલે કારણ બતાવો નોટિસ ફટકારી છે. આ ગન્નૌરમાં એક પ્રાઇવેટ એકેડમીનુ ક્રિકેટ સ્ટેડિયમ છે.
એસડીએમ સ્વપ્નિલ રવિન્દ્ર પાટિલે સ્ટેડિયમ એમડીને નોટિસ ફટકારીને પુછ્યું છે કે, ક્રિકેટ મેચનુ આયોજનની સ્વીકૃતિ કયા અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
સાથે એ પણ કહેવામાં આવ્યુ છે કે શું ક્રિકેટ રમતા પહેલા સ્ટેડિયમને સેનેટાઇઝ કરાવ્યુ હતુ. આમાં કહેવાયુ છે કે આરોપ છે કે મેચ દરમિયાન એકબીજાથી દુર બનાવી રાખવાના નિયમોનુ ધ્યાન ન હતુ રખાયુ, કેટલાક ખેલાડીઓએ તો માસ્ક પણ ન હતુ પહેર્યુ હતુ.
સ્ટેડિયમ એમડી સનથ જૈનને આ નોટિસનો જવાબ 24 કલાકની અંદર સ્વયં હાજર રહીને આપવાનો છે. સાથે જ એસડીએમ સ્વપ્નિલ રવિન્દ્ર પાટિલે એ પણ નિર્દેશ આપ્યો છે કે જો તે યોગ્ય પુરાવા લઇને હાજર ન થયા તો, મેચ દરમિયાન હાજર રહેલા અન્ય લોકો સામે પણ લૉકડાઉનના ઉલ્લંઘનની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion