શોધખોળ કરો
Advertisement
અયોધ્યા ચૂકાદો: NSA અજીત ડોભાલે ધર્મગુરૂઓ સાથે કરી બેઠક
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દેશમાં અમન, શાંતિ અને સદ્ભાવ કાયમ રહે તેને ધ્યાનમાં લઈ દેશના કેટલાક પ્રમુખ ધર્મગુરૂઓ સાથે સતત બીજા દિવસે બેઠક કરી હતી.
નવી દિલ્હી: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા બાદ દેશમાં એક જ વાત ચાલી રહી છે કે દેશની સુપ્રીમ કોર્ટનો ચૂકાદો સર્વસમ્મતિથી આવ્યો છે અને આ ચૂકાદાનું દરેક સમ્માન કરે છે. હિંદુ પક્ષ હોય કે મુસ્લિમ પક્ષ દરેક હવે દેશમાં અમન, શાંતિ, સદ્દભાવ અને એકતાની અપીલ કરી રહ્યા છે. એવી તસવીરો પર જોવા મળી રહી છે જેમાં હિંદુ મુસ્લિમ એક સાથે મળી દેશભરમાં શાંતિની અપીલ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દેશમાં અમન, શાંતિ અને સદ્ભાવ કાયમ રહે તેને ધ્યાનમાં લઈ દેશના કેટલાક પ્રમુખ ધર્મગુરૂઓ સાથે સતત બીજા દિવસે બેઠક કરી હતી. આજની બેઠકમાં દેશના જાણીતા સંતો અને મુસ્લિમ ધર્મગુરૂઓ હાજર રહ્યા હતા. આ સાથે જ કેટલાક અધિકારી અને વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર પણ બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં ચર્ચા દરમિયાન એ વાત પર જોર આપવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ દેશમાં જે રીતે અમન શાંતિનો માહોલ બન્યો છે તે કાયમ રહે. હિંદુ ધર્મગુરૂ હોય કે મુસ્લિમ ધર્મગુરૂ બધાએ એ વાત પર જોર આપ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દેશની સર્વોચ્ચ અદાલતનો નિર્ણય છે જેનું દેશ સમ્માન કરે છે.Joint statement by religious leaders after meeting NSA Ajit Doval: Those attending the meeting were alive to the fact that certain anti-national&hostile elements, both within&outside the country, may attempt to exploit the situation to harm our national interest. #AyodhyaVerdict https://t.co/2aL1Go9R5G
— ANI (@ANI) November 10, 2019
ઓલ ઈન્ડિયા મુસ્લિમ મજલિસે મશાવરતના અધ્યક્ષ નવેદ હમિદ, અહલે હદીસ અલ જમાતથી અસગર અલી મેંહદી સલ્ફી, બાબા રામદેવ, શિયા ધર્મગુરુ કલ્બે જવ્વાદ સહિત લગભગ 25 લોકો આ બેઠકમાં સામેલ રહ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion