શોધખોળ કરો
વિયેના બેઠક પર ભારતની નજર, NSGની સભ્યતા માટે નવી આશા જાગી

નવી દિલ્લી: એનએસજીના નિયુક્ત વિશેષ દૂત રાફેલ ગ્રાસી 11થી 12 નવેમ્બરની વચ્ચે વિયેનામાં યોજાનાર એનએસજી સલાહકાર સમૂહની બેઠકમાં બે ચરણોવાળી એક પ્રક્રિયાનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે, જેમાં ગેર એનપીટી દેશ પણ સમાવેશ થઈ શકે છે. આ બેઠકમાં ભારતની નજર છે કારણ કે ભારત પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર હસ્તાક્ષર કર્યા નથી, આ પ્રસ્તાવને પાસ થયા પછી ભારત માટે એનએસજીની સભ્યતાના દ્વાર ખૂલી જશે. એક અંગ્રેજી અખબારના મતે, આ વખતે ભારત માટે સકારાત્મક નિર્ણય લેવાઈ શકે છે કારણ કે ચીન ભારતની સભ્યતાનો વિરોધ કરી રહ્યો છે. આના પર અમનદીપ ગિલ અને વૉંગ કૂનની વચ્ચે ભારત અને ચીનના પ્રતિનિધિમંડળની વચ્ચે થયેલી વાતચીતનું કોઈ પરિણામ નીકળ્યું નહોતું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે લોકો ઈચ્છીએ છીએ કે એક એવો હલ નીકળશે કે તમામ ગેર એનપીટી દેશો માટે લાગૂ પડશે અને ત્યારે આપણે ગેર એનપીટી દેશના આવેદન પર ચર્ચા કરીશું. હઆ ચુનયિંગે કહ્યું કે તે લોકો આ મામલામાં ભારતની સાથે વાતચીત અને સંપર્ક બનાવી રાખવા માંગે છે. જ્યારે એનએસજીની સભ્યતા પર કડક વલણ રાખનાર ન્યુઝીલેંડ થોડું નરમ પડ્યું છે. ગત મહિને ભારત પ્રવાસ આવેલા ન્યુઝીલેંડના પ્રધાનમંત્રી જોન કી એ કહ્યું હતું કે તેમની ભારતની એનએસજીમાં પ્રવેશ માટે વિસ્તૃત વાતચીત થઈ છે. તે આ મુદ્દા પર રચનાત્મક રીતે કામ કરતા રહેશે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















