Odisha : 'ભૂતિયા ટ્રેન'!!! એન્જિન વગર જ દોડવા લાગી માલગાડી ને 6 મજુરોનો ખેલ ખતમ
ઓડિશાના બાલાસોર જીલ્લામાં એક માલગાડી અને બે પેસેન્જર એક્સપ્રેસ ટ્રેનો એમ ત્રણ ટ્રેનો વચ્ચેના ગમખ્વાર અકસ્માતે દેશ આખાને હચમચાવી નાખ્યો હતો.
Train Accident in Odisha : ઓડિશાના બાલાસોર જીલ્લામાં એક માલગાડી અને બે પેસેન્જર એક્સપ્રેસ ટ્રેનો એમ ત્રણ ટ્રેનો વચ્ચેના ગમખ્વાર અકસ્માતે દેશ આખાને હચમચાવી નાખ્યો હતો. આ અકસ્માતમાં 275થી પણ વધુ લોકોના મોત નિપજ્યા હતાં. આ કાળમુકી ઘટનાના પડઘા હજી શાંત પણ નથી પડ્યા ત્યાં ઓડિશામાં જ વધુ એક ટ્રેન દુર્ઘટના સામે આવી છે.
ઓડિશામાં એક માલગાડીએ 6 મજુરેને અડફેટે લીધા હતાં. જેમાં તમામના મોત નિપજતા ફરી એકવાર બાલાસોર રેલ દુર્ઘટ્નાની યાદો તાજી થઈ ગઈ હતી. જોકે આ ઘટના જ આખી વિચિત્ર હોવાનું સામે આવ્યું છે.
બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાથી વધુ એક ભયાનક ટ્રેન દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલગાડીની ટક્કરથી 6 મજૂરોના મોત થયા છે. રેલવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ દર્દનાક ઘટના બુધવારે બપોરે બની હતી. જાજપુર રોડ રેલ્વે સ્ટેશન પાસે ઉભેલી માલગાડીના કેટલાક વેગન અચાનક પલટી મારીને છ મજૂરો પર ચડી ગયા હતા, જેમાં તેઓના મોત થયા હતા.
ભૂત થયું કે શું?
પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, આ માલગાડી ટ્રેનમાં એન્જિન ન હતું અને તે સેફ્ટી ટ્રેક પર પાર્ક કરવામાં આવી હતી. રેલવે સૂત્રોએ જણાવ્યું કે,વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. આ દરમિયાન પીડિત મજૂરો ટ્રેનના સ્ટેશનરી રેક નીચે આશરો લઈ રહ્યા હતા. મૃતક કોન્ટ્રાક્ટર દ્વારા રોકાયેલા કોન્ટ્રાક્ટ મજૂરો તરીકે જાજપુર કેઓંજર રોડ નજીક રેલ્વે કામ માટે આવ્યા હોવાના અહેવાલ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી બચવા માટે મજૂરોએ ઊભેલી માલગાડીની નીચે આશરો લીધો હતો પરંતુ અચાનક માલગાડી ટ્રેન એન્જિન વિના ચાલવા લાગી અને મજૂરોને તેની નીચેથી બહાર નીકળવાનો મોકો જ નહોતો મળ્યો.
ઘાયલ મૃત્યુ પામ્યા
રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અચાનક તોફાન આવ્યું. મજૂરો બાજુની રેલવે લાઇન પર કામ કરી રહ્યા હતા જ્યાં એક માલગાડી ઉભી હતી. મજૂરો તેની નીચે છુપાઈ ગયા, પરંતુ કમનસીબે જે માલગાડીમાં એન્જિન ન હતું તેમ છતાંયે વધારે પવનના કારણે તે ચાલવા લાગી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. તેમણે કહ્યું હતું કે, આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતાં અને અન્ય ત્રણ ઘાયલ થયા હતાં. જાજપુરના સ્થાનિકોએ જોકે દાવો કર્યો હતો કે, વધુ બે ઘાયલોએ પણ તેમની ઈજાઓથી દમ તોડ્યો હતો. આ સાથે જ મૃતાંક વધીને 6 થયો હતો. આ ઘટના ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટનાના પાંચ દિવસ પછી બની હતી જેમાં 288 લોકોના મોત થયા હતા.