Odisha Train Accident Live Updates: ઓરિસ્સામાં ટ્રેન અકસ્માતમાં 50થી વધુ મુસાફરોના મોત, 350થી વધુ લોકો ઈજાગ્રસ્ત
ઓરિસ્સાના બાલાસોરમાં બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે.
LIVE
Background
ઓરિસ્સાના બાલાસોરમાં બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 200થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઓરિસ્સાના મુખ્ય સચિવે જણાવ્યું કે 132 ઘાયલ મુસાફરોને સોરો અને ગોપાલપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સઘન સારવાર માટે રીફર કરવામાં આવશે.
બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમો પણ સ્થળ પર હાજર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોમંડલ એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે આ દુર્ઘટના બહાનાગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7.20 વાગ્યે થઈ હતી.
વિશેષ રાહત કમિશનરના કાર્યાલયે જણાવ્યું હતું કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઓરિસ્સામાં આ દર્દનાક ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. આ દુ:ખદ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે.
અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો
ઓરિસ્સાના CM નવીન પટનાયક સ્થિતિની સમીક્ષા કરી
ઓરિસ્સાના સીએમ નવીન પટનાયકે કહ્યું, “મેં હમણાં જ આ દુ:ખદ ટ્રેન અકસ્માતની સ્થિતિની સમીક્ષા કરી છે. હું કાલે સવારે સ્થળની મુલાકાત લઈશ.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ વાત કહી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે, પશ્ચિમ બંગાળથી મુસાફરોને લઈને જતી શાલીમાર-કોરોમંડલ એક્સપ્રેસ આજે સાંજે બાલાસોર પાસે માલગાડી સાથે અથડાઈ અને અમારા કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તે જાણીને આઘાત લાગ્યો છે. અમે લોકોને મદદ કરવા માટે ઓરિસ્સા સરકાર અને દક્ષિણ પૂર્વ રેલવે સાથે સંકલન કરી રહ્યા છીએ. અમારો ઈમરજન્સી કંટ્રોલ રૂમ 033- 22143526/22535185 નંબરો સાથે તરત જ સક્રિય કરવામાં આવ્યો છે. સીએમ મમતાએ તમામ રીતે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું, "અમે ઓરિસ્સા સરકાર અને રેલ્વે અધિકારીઓને સહકાર આપવા અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 5-6 સભ્યોની ટીમ ઘટનાસ્થળે મોકલી રહ્યા છીએ. મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છું.