શોધખોળ કરો

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

નાણા રાજ્યમંત્રીએ લોકસભામાં સ્થિતિ કરી સ્પષ્ટ; નાણાકીય બોજાનું કારણ આપીને લાખો કર્મચારીઓની આશાઓ પર ફેરવ્યું પાણી, જાણો NPS અને UPS વિશેના મહત્વના અપડેટ્સ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો.
  • રાજ્યોને NPS ભંડોળ પાછું આપવાનો કોઈ પ્રસ્તાવ હાલ નથી.
  • 2025થી કેન્દ્રીય કર્મચારીઓને યુનિફાઇડ પેન્શન યોજનાનો વિકલ્પ મળશે.
  • આ નવી યોજના હેઠળ ₹10,000 માસિક પેન્શન ગેરંટી મળશે.

Old Pension Scheme updates: જો તમે પણ સરકારી નોકરી કરતા હોવ અને જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ થવાની કાગડોળે રાહ જોઈ રહ્યા હોવ, તો તમારા માટે એક નિરાશાજનક સમાચાર છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હાલમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો કોઈ જ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ નથી. આ જાહેરાત સાથે જ લાખો સરકારી કર્મચારીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

નાણાકીય બોજાનું કારણ આપીને સરકારે ફેરવ્યું મોઢું

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એકદમ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, લાંબા ગાળે જૂની પેન્શન યોજનાનો મોટો નાણાકીય બોજ ઉઠાવવો સરકાર માટે અત્યંત મુશ્કેલ છે. સરકારનું માનવું છે કે જો OPS ફરીથી લાગુ કરવામાં આવે તો ભવિષ્યમાં સરકારી તિજોરી પર સતત અને ખૂબ જ મોટો નાણાકીય બોજ પડી શકે છે. આ જ કારણસર કેન્દ્રીય સ્તરે તેને ફરીથી શરૂ કરવાની કોઈ જ યોજના નથી.

રાજ્યોમાં OPS અને NPS ફંડ પરત માંગવાનો મુદ્દો

કેન્દ્ર સરકારે એ પણ ચોખવટ કરી દીધી છે કે રાજ્યોમાં OPS લાગુ કરવી કે નહીં તે સંપૂર્ણપણે સંબંધિત રાજ્ય સરકારોનો નીતિગત નિર્ણય છે. તાજેતરમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવી રાજ્ય સરકારોએ કેન્દ્ર અને પેન્શન ફંડ રેગ્યુલેટર (PFRDA) ને જાણ કરી હતી કે તેઓ OPS માં પરત ફરી રહ્યા છે અને તેથી તેમના NPS ફંડના નાણાં તેમને પાછા આપવામાં આવે.

પરંતુ, NPS માંથી આ ફંડ પાછું મેળવવું એટલું સરળ નથી. સરકારે ગૃહમાં જણાવ્યું કે વર્તમાન કાયદા અને નિયમો મુજબ, NPS માં જમા થયેલા કર્મચારી અને સરકારના યોગદાન તેમજ તેના પર થયેલી કમાણીને પાછી ખેંચીને રાજ્ય સરકારોને પરત કરવાની કોઈ જ જોગવાઈ નથી. આનો સીધો અર્થ એ છે કે, NPS માંથી જૂની પેન્શન યોજનામાં જવાનો નિર્ણય માત્ર રાજકીય નથી, તેમાં ઘણા કાનૂની અને નાણાકીય પડકારો પણ રહેલા છે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓની આ મોટી માંગણીઓ સ્વીકારવાના મૂડમાં નથી સરકાર, જાણો કેમ

હવે મળશે UPS નો વિકલ્પ, જાણો શું છે ફાયદો

જૂની પેન્શન યોજના ભલે પાછી ન આવે, પરંતુ કેન્દ્ર સરકારે કર્મચારીઓને એક નવો વિકલ્પ આપ્યો છે. 1 એપ્રિલ, 2025 થી કેન્દ્રીય કર્મચારીઓ માટે NPS ના વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લાગુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ નિવૃત્તિ પછી કર્મચારીઓને વધુ સુનિશ્ચિત પેન્શનની ગેરંટી આપવાનો છે. UPS ના નિયમો હેઠળ, પાત્રતા ધરાવતા કર્મચારીઓને નિવૃત્તિ બાદ દર મહિને ઓછામાં ઓછા ₹10,000 ના ગેરંટીડ પેન્શનની ચુકવણી કરવામાં આવશે. આ સ્કીમ કર્મચારી અને સરકાર બંને તરફથી થતા નિયમિત યોગદાન અને રોકાણ પર આધારિત રહેશે.

NPS માં જમા છે અધધ.. ₹3.65 લાખ કરોડનું ફંડ!

સરકારે આપેલા આંકડા મુજબ, 7 જુલાઈ સુધીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે NPS હેઠળ સંચાલિત કુલ સંપત્તિ (AUM) ₹3.65 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. સરકારનો સ્પષ્ટ મત છે કે પેન્શન સિસ્ટમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતી વખતે દેશની નાણાકીય સ્થિરતાને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. આ દરમિયાન, દેશના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ પણ પોતાના એક રિપોર્ટમાં ચેતવણી આપી છે કે જે રાજ્યો OPS માં પાછા ફરી રહ્યા છે, તેમને ભવિષ્યમાં ગંભીર નાણાકીય પરિણામો ભોગવવા પડી શકે છે.

Frequently Asked Questions

શું કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરશે?

ના, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. સરકાર લાંબા ગાળાના નાણાકીય બોજને કારણે આ નિર્ણય ટાળી રહી છે.

કેન્દ્ર સરકાર OPS શા માટે ફરીથી લાગુ નથી કરી રહી?

કેન્દ્ર સરકારનું માનવું છે કે જૂની પેન્શન યોજનાનો લાંબા ગાળે મોટો નાણાકીય બોજ ઉઠાવવો અત્યંત મુશ્કેલ છે. આનાથી ભવિષ્યમાં સરકારી તિજોરી પર ખૂબ મોટો બોજ પડી શકે છે.

રાજ્યો OPS માં પાછા ફરે તો શું તેમને NPS ફંડ પાછું મળશે?

વર્તમાન કાયદા અને નિયમો મુજબ, NPS માં જમા થયેલા કર્મચારી અને સરકારના યોગદાનને પાછા ખેંચીને રાજ્ય સરકારોને પરત કરવાની કોઈ જોગવાઈ નથી.

કેન્દ્રીય કર્મચારીઓ માટે NPS ના વિકલ્પ તરીકે કઈ નવી યોજના આવી રહી છે?

1 એપ્રિલ, 2025 થી કેન્દ્રીય કર્મચારીઓ માટે NPS ના વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લાગુ કરવામાં આવશે. આમાં નિવૃત્તિ બાદ ઓછામાં ઓછા ₹10,000 નું ગેરંટીડ પેન્શન મળશે.

Advertisement

ટોપ સ્ટોરી

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
BRICS: દિલ્હીમાં એકઠી થશે દુનિયાની અડધી તાકાત? આ સાત સવાલોના જવાબમાં સમજો BRICS શું છે?
BRICS: દિલ્હીમાં એકઠી થશે દુનિયાની અડધી તાકાત? આ સાત સવાલોના જવાબમાં સમજો BRICS શું છે?
ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
Embed widget