શોધખોળ કરો
Advertisement
વન નેશન, વન રાશન કાર્ડ: હવે દેશના કોઈ પણ રાજ્યમાંથી લઈ શકાશે સરકારી રાશન
હાલમાં 12 રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. જૂન સુધી દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ થશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વન નેશન વન રાશન કાર્ડની યોજના 1 જાન્યુઆરી 2020થી લાગુ કરી દીધી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી દેશના કોઈ પણ વિસ્તારમાંથી રાશનની દુકાનોમાંથી સબ્સિડીવાળા અનાજ ખરીદી શકશે. હાલમાં 12 રાજ્યોમાં આ યોજના લાગુ થઈ છે. જૂન સુધી દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ થશે.
પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરામાં આ યોજના લાગુ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટ કરીને તેની જાહેરાત કરી છે.
રામવિલાસ પાસવાને કહ્યું કે, “આજે 1 જાન્યુઆરી 2020થી દેશના કુલ 12 રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરામાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે.”
आज 1 जनवरी 2020 से देश के कुल 12 राज्यों आंध्रप्रदेश, तेलंगाना, गुजरात, महाराष्ट्र, हरियाणा, राजस्थान, कर्नाटक, केरल, मध्यप्रदेश, गोवा, झारखंड और त्रिपुरा में *एक राष्ट्र एक राशनकार्ड* की सुविधा की शुरुआत हो गई है। 1/2 #OneNationOneRationCard
— Ram Vilas Paswan (@irvpaswan) January 1, 2020
આ યોજનાથી તે લોકોને સૌથી વધારે ફાયદો મળશે જે બીજા રાજ્યોમાં નોકરી માટે જાય છે અને મજૂરી માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રાઇમ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion