શોધખોળ કરો
Advertisement
ઑનલાઈન સટ્ટો અને 1000 કરોડની છેતરપિંડી, કોર્ટે ચીની નાગરિક સહિત ત્રણને 8 દિવસના ED રિમાન્ડ પર મોકલ્યા
ઓનલાઈન સટ્ટા અને એક હજાર કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં હૈદરાબાદની વિશેષ મની લૉન્ડ્રિંગ કોર્ટે એક ચીની નાગરિક યાન હોંગ સહિત ત્રણ લોકોની પૂછપરછ માટે 8 દિવસની ઈડી રિમાન્ડ પર મોકીલ દીધા છે.
નવી દિલ્હી: ઓનલાઈન સટ્ટા અને એક હજાર કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં હૈદરાબાદની વિશેષ મની લૉન્ડ્રિંગ કોર્ટે એક ચીની નાગરિક યાન હોંગ સહિત ત્રણ લોકોની પૂછપરછ માટે 8 દિવસની ઈડી રિમાન્ડ પર મોકીલ દીધા છે. આ લોકો પર આઈનીઝ એપ્સ દ્વારા ઑનલાઈન સટ્ટા રમાડવાનો આરોપ છે, સાથે જ એ પણ આરોપ છે કે, આ લોકોએ 1000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.
ઈડી આ મામલે પહેલા પણ 40 કરોડ રૂપિયા બેન્કમાં જમા રકમ કાઢવા પર પણ રોક લગાવી ચૂકી છે. ચીની નાગરિક સાથે જે અન્ય બે લોકોને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે, તેના નામ ધીરજ સરકાર અને અંકિત કપૂર જણાવવામાં આવ્યા છે.
ઈડીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓ દ્વારા ઈ કૉમર્સની આડમાં ઑનલાઈન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવા માટે સેંકડો વેબસાઈટ બનાવી હતી. સાથે જ પેટીએમ અને કેશ ફ્રીનો ઉપયોગ એજન્ટના સભ્યો માટે પૈસા ભેગા કરવા અને કમીસન આપવામાં આવતું હતું. આરોપ છે કે, આ મામલે વિવિધ ચાઈનીઝ એપ્સ દ્વારા લોકોને ઓનલાઈન સટ્ટા રમવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા અને તેના માટે આકર્ષક સ્કીમ પણ આપવામાં આવતી હતી.
ઈડીના ઉચ્ચ અધિકારી અનુસાર, પહેલા પણ પ્રવર્તન નિદેશાલયે આ મામલે દિલ્હી, ગુડગાંવ, મુંબઈ અને પૂણેમાં 15 જગ્યાએ દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન અનેક લેપટોપ, 17 હાર્ડ ડિસ્ક, ફોન અને મહત્વપૂર્ણ દસ્તાવેજ જપ્ત કર્યા હતા. ઈડીએ આ મામલે એચએસબીસી બેન્કના 4 ખાતામાંથી 46 કરોડ રૂપિયાથી વધુની રકમ ફ્રીજ કરી દીધી હતી. આ કેસમાં જે કંપનીઓ મળી આવી છે, તેમાં મોટાભાગના નિદેશક ચીની પણ બતાવવામાં આવી રહ્યા છે. પૂછપરછ માટે તમામને નોટિસ મોકલવામાં આવી રહી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion