'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી
વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પ્રતિનિધિમંડળે આજે (શુક્રવારે) રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.

- વિપક્ષી પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું, CEC મુદ્દે ચર્ચા.
- મુખ્ય ચૂંટણી કમિશનર અને વોટ ચોરી મુદ્દે રજૂઆત કરી.
- વિપક્ષી પ્રતિનિધિમંડળ 12 ઓક્ટોબરે CJI ને મળશે.
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પ્રતિનિધિમંડળે આજે (શુક્રવારે) રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. વિપક્ષી સાંસદો સેન્ટ્રલ હોલથી સીધા રાષ્ટ્રપતિ ભવન ગયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના મુદ્દા પર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન, ઘણા વિપક્ષી સાંસદો વિજય ચોકમાં ધરણા કરી રહ્યા હતા. બેઠક દરમિયાન, વિપક્ષી પ્રતિનિધિમંડળે વોટ ચોરી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના મુદ્દા પર ચર્ચા કરી હતી.
રાષ્ટ્રપતિએ વોટ ચોરીની વાતને નકારી નહોતી - રાહુલ ગાંધી
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું, "મને અપેક્ષા નહોતી, પરંતુ રાષ્ટ્રપતિએ વોટ ચોરી અંગેની અમારી ચિંતાઓને સાંભળી અને વોટ ચોરીને વાતને નકારી નહોતી. જ્યારે રાષ્ટ્રપતિએ અમને પૂછ્યું કે અમે તે કેવી રીતે સાબિત કરીશું ત્યારે અમે તેમને કહ્યું કે આ વિપક્ષી પ્રતિનિધિમંડળ તેમને પુરાવા પૂરા પાડશે." આ દરમિયાન, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "અમે EVM હટાવવા અને બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવાની માંગ કરી હતી."
વિરોધ પક્ષનું એક પ્રતિનિધિમંડળ 12 ઓક્ટોબરે CJI ને મળશે
રાષ્ટ્રપતિને મળેલા ઈન્ડિયા એલાયન્સના નેતાઓની યાદીમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સુપ્રિયા સુલે, મમતા બેનર્જી, રાજીવ રાય, મનોજ ઝા, ડી. રાજા અને ઓમર અબ્દુલ્લાનો સમાવેશ થાય છે. વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું, જ્યારે બાકીના વિપક્ષી સાંસદોએ વિજય ચોક ખાતે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે આ જ પ્રતિનિધિમંડળ સોમવાર, 12 ઓક્ટોબરે CJI ને એક મેમોરેન્ડમ આપશે.
#WATCH | Delhi: INDIA bloc MPs including Lok Sabha LoP Rahul Gandhi are on their way to Rashtrapati Bhavan, to meet President Droupadi Murmu to raise their concerns regarding the functioning of the Election Commission of India. https://t.co/nhD1kKsNTw
— ANI (@ANI) October 9, 2026
રસ્તા પર ઉતરનારાઓને સલામ - ગૌરવ ગોગોઈ
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે બધા દેશભક્તો, ભલે તેઓ કોઈપણ રાજકીય પક્ષના હોય કે ન હોય દેશની લોકશાહીને મજબૂત બનાવવામાં રોકાયેલા છે. હું તે બધા દેશભક્તોને સલામ કરું છું જેઓ રસ્તા પર ઉતર્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે અમે બેલેટ દ્વારા મતદાન કરવા માંગીએ છીએ. અમે CEC જ્ઞાનેશ કુમારને દૂર કરવા માંગીએ છીએ.
સરકાર ડરી ગઈ છે - રાજીવ શુક્લા
કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે આ માર્ચ એટલા માટે થઈ રહી છે કારણ કે બધા સાંસદોને સમય આપવામાં આવ્યો ન હતો. ઈન્ડિયા એલાયન્સના માત્ર 10 નેતાઓને સમય આપવામાં આવ્યો હતો. તેથી, બાકીના સાંસદોએ વિરોધ કૂચ કરવાનો નિર્ણય લીધો. સરકાર ખૂબ ડરી ગઈ છે. લોકોએ ઘણું સહન કર્યું છે. સુપ્રીમ કોર્ટે તો પૂછવું પણ પડ્યું કે આટલો સંપૂર્ણ પ્રતિબંધ કેમ લાદવામાં આવી રહ્યો છે અને બધું જ કેમ બંધ કરવામાં આવી રહ્યું છે - મેટ્રો, ટ્રેનો અને બસો. દિલ્હીમાં પ્રવેશ પણ બંધ છે.
Before You Go
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા





















