શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
23 સપ્ટેમ્બર પહેલા યોજાઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર, સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન મેઘવાળે શું કહ્યું ?
સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન મેઘવાળે કહ્યું તે 23 સપ્ટેમ્બર પહેલા સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થશે.
નવી દિલ્હી: સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા સંસદના ચોમાસા સત્ર પર વિચાર કરી રહ્યું છે. હાલ સંસદ ભવનમાં જ સંસદનું ચોમાસુ સત્ર આયોજિત કરવાનો વિચાર છે. સંસદનું ચોમાસુ સત્ર સામાન્ય રીતે જૂલાઈના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે.
આ વખતે કોરોના સંક્રમણના કારણે સરકારમાં સંસદના ચોમાસુ સત્ર ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવા પર વિચાર ચાલી રહ્યો છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન મેઘવાળે કહ્યું તે 23 સપ્ટેમ્બર પહેલા સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થશે.
ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 6,04,641 થઈ ગઈ છે જ્યારે 17834 દર્દીઓના કોવિડ-19થી મોત થયા છે. હાલ 2,26,947 એક્ટિવ કેસ છે એટલે કે જેની સારવાર ચાલી રહી છે. આ સંક્રમણથી અત્યાર સુધીમાં 3,59,859 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલના સમયમાં ભારતમાં રિકવરી રેટ એટલે કે સ્વસ્થ થવાનો દર 59.51 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion