શોધખોળ કરો
પતંજલી સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ દેશના સૌથી અમિર વેપારી, ચીની મેગેજીન હુરુનનો દાવો
![પતંજલી સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ દેશના સૌથી અમિર વેપારી, ચીની મેગેજીન હુરુનનો દાવો Patanjali Ceo Balkrusna Reaches Businessmen પતંજલી સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ દેશના સૌથી અમિર વેપારી, ચીની મેગેજીન હુરુનનો દાવો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/18190723/balakrishna-ramdev-patanjali_650x400_51474179294-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હરિદ્વારઃ પતંજલી સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ દેશના સૌથી અમીર વેપારીઓમાંના એક છે. ચીનની એક મેગેજીન હુરુને આ દાવો કર્યો છે. આ મેગેજીને એક લીસ્ટ બહાર પાડ્યું છે જેમા 399 ભારતીય ઉદ્યોગપતિઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા 25 હજાર કરોડની સંપતિ સાથે આચાર્ય બાળકૃષ્ણનું નામ યાદીમાં 25મું છે.
આચાર્ય બાલકૃષ્ણએ આ સ્થાન પતંજલી આર્યુવેદ કંપનીની સ્થાપનાના પાંચ વર્ષની અંદર મેળવ્યું છે. આ બાબતે આચાર્ય બાલકૃષ્ણનું કહેવું છે કે, આ અનલિસ્ટેડ કંપની છે અને તે દુનિયાની સૌથી અમીર કંપનીઓમાં એક હોય તો તે મોટી વાત છે. આ એટલા માટે સંભવ થઇ શક્યું કેમ કે, અમને દેશના લોકોનો અપાર પ્રેમ મળ્યો છે આવનાર સમયમાં પતંજલી યાદીમાં નંબર એક પર હશે.
રિલાયંસ ઇંડસ્ટ્રીજના ચેરમેન મૂકેશ અંબાણી આ લિસ્ટમાં પહેલા નંબર છે. બીજા નંબર પર સન ફાર્માસ્યુટિકલ્સ દિલીપ સંધવી છે. રિપોર્ટ અનુસાર પતંજલી ભારતમાં સૌથી ઝડપથી આગળ વધથી એફએમસીજી બ્રાન્ડમાની એક છે. નાણાકીય વર્ષ 204-16માં કંપનીનું ટર્નઓવર 5 હજાર કરોડથી પણ વધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)