ગુરુકુળોનો આધુનિક યુગ! ગરીબ બાળકોની જિંદગી બદલી રહી છે પતંજલિની શિક્ષા યોજનાઓ
યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ આયુર્વેદે યોગ અને આયુર્વેદની સાથે-સાથે શિક્ષણ ક્ષેત્રે પણ પોતાની ઓળખ બનાવી છે.

Patanjali For Child Education: યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ આયુર્વેદે યોગ અને આયુર્વેદની સાથે-સાથે શિક્ષણ ક્ષેત્રે પણ પોતાની ઓળખ બનાવી છે. પતંજલિની શિક્ષણ યોજનાઓથી ગુરુકુલોના આધુનિક યુગની શરૂઆત થઈ છે. પતંજલિની શિક્ષણ યોજનાઓ દેશના ગરીબ બાળકોનું જીવન બદલી રહી છે. પતંજલિના આચાર્યકુલમ, ગુરુકુલમ અને પતંજલિ યુનિવર્સિટી ગરીબ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કામ કરી રહ્યા છે.
આ શાળાઓમાં બાળકોને વેદ અને ભારતીય સંસ્કૃતિની સાથે-સાથે આધુનિક વિષયો પણ શીખવવામાં આવે છે. હરિદ્વારમા સ્થિત આચાર્યકુલમ એક એવી સ્કૂલ છે, જે CBSE માન્યતા પ્રાપ્ત છે અને ત્યાં ધોરણ 5 થી 12 સુધીનું શિક્ષણ આપે છે. અહીં બાળકોને નૈતિક મૂલ્યોની સાથે સારું શિક્ષણ આપવામાં આવે છે. ગુરુકુલમ ભારતીય સંસ્કૃતિ અને વેદોની સાથે આધુનિક શિક્ષણ પર પણ ભાર મૂકે છે.
ભારતમાં 500 થી વધારે શાળાઓ ખોલવાનો લક્ષ્યાંક
પતંજલિએ તેમના સામાજિક જવાબદારી કાર્યક્રમો (CSR) હેઠળ ગરીબ બાળકોને મદદ કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. તેમણે આચાર્યકુલમ જેવી શાળાઓ પર મોટા પ્રમાણમાં નાણાં ખર્ચ્યા છે અને સમગ્ર ભારતમાં 500 થી વધુ શાળાઓ ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. તેનાથી ગરીબ બાળકોને સસ્તું અને સારું શિક્ષણ મળશે. પતંજલિના એજ્યુકેશન પ્રોગ્રામ્સ માત્ર બાળકોને શિક્ષિત નથી કરી રહ્યા પરંતુ તેમને સમાજમાં યોગદાન આપવા માટે પણ પ્રેરિત કરી રહ્યા છે.
શિક્ષણના ક્ષેત્રમાં મોટો બદલાવ લાવવો અમારુ લક્ષ્ય છે - સ્વામી રામદેવ
આ અંગે પતંજલિના સ્થાપક સ્વામી રામદેવે પતંજલિના 30મા સ્થાપના દિવસે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય શિક્ષણ ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવવાનો છે. આ પરિવર્તન ગરીબ બાળકોને સારું શિક્ષણ આપીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં મદદ કરશે. પતંજલિનો આ પ્રયાસ ગરીબ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ પહેલ અભ્યાસની સાથે બાળકોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારીનો પણ અહેસાસ કરાવે છે.

