શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલમાં ભડકો, સતત 16માં દિવસે વધ્યા ભાવ, જાણો આજે કેટલો વધારો ઝીંકાયો
છેલ્લા 15 દિવસથી ક્રૂડ ઓઈલની કિંમત 35-40 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી છે જ્યારે બીજી બાજુ દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.
![પેટ્રોલ-ડીઝલમાં ભડકો, સતત 16માં દિવસે વધ્યા ભાવ, જાણો આજે કેટલો વધારો ઝીંકાયો petrol diesel prices hikes again in india on 16th day પેટ્રોલ-ડીઝલમાં ભડકો, સતત 16માં દિવસે વધ્યા ભાવ, જાણો આજે કેટલો વધારો ઝીંકાયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/16000914/petrol-gujarat.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સામાન્ય લોકો પર પેટ્રોલ ડીઝલના વધતા ભાવનો ભાર સતત વધી રહ્યો છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 16માં દિવસે ઉછાળો જોવા મળ્યો છે. આજે ફરી એક વખત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 33 પૈસા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 58 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને સોમવારે 79.56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. ડીઝલની કિંમત 78.85 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.
જણાવીએ કે, ક્રૂડ ઓઈલમાં હાલમાં નરમાઈ ચાલી રહી છે. છેલ્લા 15 દિવસથી ક્રૂડ ઓઈલની કિંમત 35-40 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી છે જ્યારે બીજી બાજુ દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)