શોધખોળ કરો

બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના રેકોર્ડ મતદાન બાદ ફલોદી સટ્ટા બજારે પોતાના આંકડા જાહેર કર્યા છે. જાણો મમતા બેનર્જી કે ભાજપ, કોના ફાળે કેટલી સીટો જવાનો છે અંદાજ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન થયું.
  • ફલોદી સટ્ટા બજાર TMC ને ફરી સત્તામાં આવવાની આગાહી.
  • TMC ને ૧૫૮-૧૬૧, ભાજપને ૧૨૭-૧૩૦ બેઠકો મળવાનો અંદાજ.
  • મમતા બેનર્જીએ જંગી મતદાનને જનતાના વિશ્વાસ ગણાવ્યો.

West Bengal Exit Poll 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં બમ્પર મતદાન થયા બાદ હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે રાજ્યમાં કોની સરકાર બનશે. સત્તાધારી પાર્ટી TMC અને ભાજપ બંને પોતાની જીતનો મજબૂત દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચૂંટણીના પરિણામોને લઈને દેશભરમાં પ્રખ્યાત એવા રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે પોતાની મોટી આગાહી કરી દીધી છે. ફલોદી સટ્ટા બજારના લેટેસ્ટ આંકડા મુજબ, બંગાળમાં ફરી એકવાર મમતા બેનર્જીની TMC અને ભાજપ વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જોકે, સટ્ટા બજારના મતે મમતા દીદીની પાર્ટી ફરી સરકાર બનાવી શકે છે. ચાલો વિગતવાર જાણીએ સટ્ટા બજારનો આખો અંદાજ અને કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી રહી છે.

બંગાળમાં થયું રેકોર્ડબ્રેક મતદાન

બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. પહેલા તબક્કામાં 23 એપ્રિલ 2026 ના રોજ રેકોર્ડ 92% થી વધુ વોટિંગ થયું હતું, જ્યારે બીજા તબક્કામાં પણ સાંજે 5 વાગ્યા સુધીમાં 89.99% જેટલું જંગી મતદાન નોંધાયું હતું. આટલા મોટા આંકડા અને લોકોના ઉત્સાહને જોઈને મમતા બેનર્જીની TMC અને ભાજપ બંને પોતાની સરકાર બનાવવાનો પૂરો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

ફલોદી સટ્ટા બજારમાં કોણ મારી રહ્યું છે બાજી?

પહેલા તબક્કાની 156 બેઠકોના વલણ બાદ ફલોદી સટ્ટા બજારે પોતાનો અંદાજ લગાવ્યો છે. આ સટ્ટા બજાર અનુસાર, બંગાળમાં ફરી એકવાર મમતા બેનર્જીના નેતૃત્વમાં TMC સરકાર બનાવી શકે છે. સટ્ટા બજારના આંકડા મુજબ TMC ને 158 થી 161 બેઠકો મળવાની પૂરી સંભાવના છે, જ્યારે ભાજપ પણ 127 થી 130 બેઠકો જીતીને જોરદાર ટક્કર આપી રહ્યું છે. બીજી તરફ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું ગઠબંધન આ વખતે પણ સાવ નબળું દેખાઈ રહ્યું છે. (અહીં એ ખાસ નોંધવું રહ્યું કે સટ્ટા બજારના આંકડા સત્તાવાર નથી હોતા, તે માત્ર બજારના વલણ અને અટકળો પર આધારિત હોય છે.)

છેલ્લી ચૂંટણીમાં કોનો રહ્યો હતો દબદબો?

જો ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, TMC એ લગભગ 48% વોટ શેર સાથે 216 બેઠકો પર શાનદાર જીત નોંધાવી હતી. જ્યારે ભાજપે આશરે 38% વોટ શેર મેળવીને 77 બેઠકો પર કબજો જમાવ્યો હતો. તે સમયે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનને 10% વોટ સાથે માત્ર 1 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

મમતા બેનર્જીએ શું કર્યો દાવો?

આ જંગી મતદાન બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે દાવો કર્યો હતો કે, આટલું મોટું મતદાન એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે જનતા TMC ને જ જીતાડવા માંગે છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી લોકોના અધિકારો બચાવવાની લડાઈ છે. દીદીના કહેવા મુજબ, લોકો ડરી રહ્યા છે કે જો બંગાળમાં ભાજપ જીતશે તો તે નાગરિકતા સુધારો કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) લાગુ કરી દેશે. પોતાના આ જ હકોનું રક્ષણ કરવા માટે લોકો આટલી મોટી સંખ્યામાં બહાર આવીને વોટિંગ કરી રહ્યા છે.

Frequently Asked Questions

ફલોદી સટ્ટા બજાર મુજબ પશ્ચિમ બંગાળમાં કોની સરકાર બનવાની સંભાવના છે?

ફલોદી સટ્ટા બજારના અંદાજ મુજબ, મમતા બેનર્જીની TMC પશ્ચિમ બંગાળમાં ફરી સરકાર બનાવી શકે છે. TMC ને 158 થી 161 બેઠકો મળવાની સંભાવના છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કેટલું મતદાન થયું?

પહેલા તબક્કામાં 92% થી વધુ અને બીજા તબક્કામાં 89.99% જેટલું જંગી મતદાન નોંધાયું હતું. આ રેકોર્ડબ્રેક મતદાન હતું.

ગત વિધાનસભા ચૂંટણીમાં TMC અને ભાજપનું પ્રદર્શન કેવું રહ્યું હતું?

ગત ચૂંટણીમાં TMC એ 216 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 77 બેઠકો પર કબજો જમાવ્યો હતો. TMC નો વોટ શેર લગભગ 48% હતો.

મમતા બેનર્જીએ જંગી મતદાન વિશે શું દાવો કર્યો છે?

મમતા બેનર્જીના મતે, આટલું મોટું મતદાન એ દર્શાવે છે કે જનતા TMC ને જીતાડવા માંગે છે. તેઓ CAA અને NRC જેવા મુદ્દાઓને કારણે ડર અનુભવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget