શોધખોળ કરો

બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?

West Bengal Election Results 2026: કાંટાની ટક્કર; 53% બુકીઓનો દાવ TMC પર, 47% નો ભાજપ પર, જાણો કોણ બની શકે છે CM.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ફલોદી સટ્ટા બજારમાં બંગાળ ચૂંટણી પર ભારે સટ્ટો.
  • TMC પર 53% અને ભાજપ પર 47% દાવ.
  • બંગાળમાં કાંટાની ટક્કર, કોણ બનશે CM?
  • અન્ય રાજ્યોમાં પણ અબજોનો છૂપો કારોબાર.

Phalodi Satta Bazar: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, ત્યારે આખા દેશની નજર પશ્ચિમ બંગાળ પર ટકેલી હશે. આ વખતે મમતા બેનર્જીની TMC ફરી સરકાર બનાવશે કે પછી બંગાળમાં પહેલીવાર ભાજપનું કમળ ખીલશે? આ સવાલનો જવાબ આપવામાં રાજસ્થાનનું પ્રખ્યાત ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાઈ ગયું છે. બંગાળ ચૂંટણીમાં અબજો રૂપિયાનો સટ્ટો લાગ્યો છે, પરંતુ બુકીઓ કોઈ એક પાર્ટી તરફ ઢળી શક્યા નથી. અહીં કાંટાની ટક્કર ચાલી રહી છે.

53% નો TMC અને 47% નો ભાજપ પર દાવ

ફલોદી સટ્ટા બજારના આંકડા મુજબ, બંગાળમાં સ્થિતિ એકદમ રસાકસીવાળી છે. અહીં લગભગ 53 ટકા સટ્ટાબાજોએ મમતા બેનર્જીની પાર્ટી TMC પર પોતાનો દાવ લગાવ્યો છે, જ્યારે 47 ટકા બુકીઓએ ભાજપ પર પૈસા લગાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, એક્ઝિટ પોલ પહેલા 60 ટકા લોકો TMC અને 40 ટકા લોકો ભાજપ પર સટ્ટો રમી રહ્યા હતા, પરંતુ છેલ્લા 4 દિવસમાં જ માહોલ બદલાઈ ગયો છે અને ભાજપ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે.

સટ્ટા બજારમાં કોનો કેટલો ભાવ ચાલી રહ્યો છે?

બંગાળ ચૂંટણીના ભાવોની વાત કરીએ તો, સટ્ટા બજાર મમતા બેનર્જીની TMC ને 130 થી 135 રૂપિયાનો ભાવ આપી રહ્યું છે. એટલે કે, જો કોઈ 100 રૂપિયા લગાવે અને મમતા સરકાર પાછી આવે, તો તેને 130 થી 135 રૂપિયા મળશે. સામે પક્ષે, ભાજપનો ભાવ 140 થી 145 રૂપિયા ચાલી રહ્યો છે. જો ડાબેરી પક્ષો કે અન્ય કોઈ પાર્ટી સરકાર બનાવે, તો તેનો ભાવ સીધો 85 ગણો છે (એટલે કે 100 રૂપિયા લગાવનારને 8500 રૂપિયા મળશે). જ્યારે કોઈને બહુમતી ન મળે (ત્રિશંકુ વિધાનસભા) તેવી સ્થિતિ પર 20 ગણો ભાવ ચાલી રહ્યો છે.

બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ

કોણ બનશે મુખ્યમંત્રી? બુકીઓની પસંદ કોણ?

જો TMC ની સરકાર બને તો, 85 ટકાથી વધુ બુકીઓ માને છે કે મમતા બેનર્જી જ CM બનશે. 10 ટકા લોકો તેમના ભત્રીજા અભિષેક બેનર્જી પર દાવ લગાવી રહ્યા છે, જ્યારે માત્ર 4 ટકા લોકો અન્ય નેતાઓ પર ભરોસો કરી રહ્યા છે.

બીજી તરફ, જો ભાજપ જીતે તો લગભગ 40 ટકા લોકો માને છે કે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બનશે. જ્યારે 35 થી 38 ટકા લોકો પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર પર દાવ લગાવી રહ્યા છે, અને છેલ્લી ઘડીએ સુકાંત પર પૈસા લગાવનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ ઉપરાંત દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, રૂપા ગાંગુલી અને લોકેટ ચેટર્જીના નામ પર પણ પૈસા લાગ્યા છે.

બીજા રાજ્યોનો માહોલ અને અબજોનો છૂપો કારોબાર

ફલોદી સટ્ટા બજારમાં આ ચૂંટણી સિઝનમાં કુલ સટ્ટાના 80 ટકા પૈસા માત્ર પશ્ચિમ બંગાળ પર જ લાગ્યા છે. બાકીના પૈસા આસામ, કેરળ અને તમિલનાડુ પર લાગ્યા છે. આસામમાં 90 ટકા લોકો ભાજપ જીતશે તેવો દાવ લગાવી રહ્યા છે. કેરળમાં મોટાભાગના લોકો UDF ગઠબંધન પર ભરોસો કરી રહ્યા છે, જ્યારે તમિલનાડુમાં બંગાળ કરતા પણ વધારે કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, ભારતમાં સટ્ટો રમવો સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, આમ છતાં આ સટ્ટા બજારનું નેટવર્ક આખા દેશમાં ઓનલાઈન ફેલાયેલું છે અને અહીં છૂપી રીતે અબજો રૂપિયાનો કારોબાર થઈ રહ્યો છે.

બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી

Frequently Asked Questions

ફલોદી સટ્ટા બજાર અનુસાર પશ્ચિમ બંગાળમાં કઈ પાર્ટી જીતવાની સંભાવના વધુ છે?

ફલોદી સટ્ટા બજારના આંકડા મુજબ, 53% સટ્ટાબાજોએ TMC પર અને 47% એ ભાજપ પર દાવ લગાવ્યો છે. તાજેતરમાં ભાજપ તરફ ઝુકાવ વધ્યો છે.

ફલોદી સટ્ટા બજારમાં TMC અને ભાજપ માટે શું ભાવ ચાલી રહ્યો છે?

TMC માટે 130-135 રૂપિયાનો ભાવ છે, એટલે કે 100 રૂપિયા પર 130-135 રૂપિયા મળે. ભાજપનો ભાવ 140-145 રૂપિયા ચાલી રહ્યો છે.

જો કોઈપણ પક્ષને બહુમતી ન મળે તો ફલોદી સટ્ટા બજારમાં શું ભાવ છે?

જો કોઈ પક્ષને બહુમતી ન મળે (ત્રિશંકુ વિધાનસભા) તેવી સ્થિતિ પર 20 ગણો ભાવ ચાલી રહ્યો છે. એટલે કે 100 રૂપિયા લગાવનારને 2000 રૂપિયા મળશે.

જો TMC જીતે તો મુખ્યમંત્રી તરીકે કોણ બની શકે છે તે અંગે બુકીઓ શું માને છે?

85% થી વધુ બુકીઓ માને છે કે મમતા બેનર્જી જ મુખ્યમંત્રી બનશે. 10% અભિષેક બેનર્જી અને 4% અન્ય નેતાઓ પર દાવ લગાવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ સિવાય અન્ય કયા રાજ્યોમાં ફલોદી સટ્ટા બજારમાં દાવ લાગી રહ્યો છે?

પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ, કેરળ અને તમિલનાડુમાં પણ સટ્ટો લાગી રહ્યો છે. આસામમાં ભાજપ અને કેરળમાં UDF પર દાવ છે.

ટોપ સ્ટોરી

ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
BJP સાંસદ કંગના રનૌત સામે શિમલામાં FIR, સોનિયા ગાંધી પર કરી હતી ટિપ્પણી
BJP સાંસદ કંગના રનૌત સામે શિમલામાં FIR, સોનિયા ગાંધી પર કરી હતી ટિપ્પણી
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
Embed widget