શોધખોળ કરો

બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. તમામ 4 મોટી એજન્સીઓએ રાજ્યમાં ભાજપની સરકાર બનવાની અને TMC ની મોટી હારની આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચાર મોટી એજન્સીઓના એક્ઝિટ પોલ ભાજપની સ્પષ્ટ બહુમતી દર્શાવે છે.
  • પોલ ડાયરી અને મેટ્રિઝ સર્વેમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે.
  • ચાણક્ય સ્ટ્રેટેજીઝ મુજબ ભાજપ 150-160 બેઠકો સાથે બહુમતી મેળવી રહી છે.
  • પ્રજા પોલની આગાહી મુજબ ભાજપ 178-208 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવશે.

West Bengal Exit Poll 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ઔપચારિક પરિણામો પર છે. પરંતુ તે પહેલા જ સામે આવેલા એક્ઝિટ પોલના આંકડાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. અલગ-અલગ 4 મોટી એજન્સીઓના એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. તમામ સર્વે મુજબ, રાજ્યમાં વર્ષોથી સત્તા પર બેઠેલી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) નો ગઢ ધરાશાયી થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) 294 સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. ચાલો જાણીએ કઈ એજન્સીએ ભાજપ અને TMC ને કેટલી બેઠકો આપી છે.

પોલ ડાયરીના આંકડા શું કહે છે?

પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ, પશ્ચિમ બંગાળમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. 294 બેઠકોમાંથી ભાજપને 142 થી 171 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ, સત્તાધારી TMC ને મોટું નુકસાન થતું દેખાઈ રહ્યું છે અને તેને 99 થી 127 બેઠકો મળી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસના ફાળે 3 થી 5, ડાબેરી મોરચાને 2 થી 3 અને અન્યને 0 થી 1 બેઠક મળવાની આગાહી કરવામાં આવી છે. આ આંકડા રાજ્યમાં ભાજપની મજબૂત લીડ દર્શાવે છે.

મેટ્રિઝ સર્વેમાં પણ ભાજપ આગળ

મેટ્રિઝ એજન્સીના સર્વેમાં પણ બંગાળમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. આ એક્ઝિટ પોલ અનુસાર ભાજપના ખાતામાં 146 થી 161 બેઠકો જઈ શકે છે. જ્યારે મમતા બેનર્જીની પાર્ટી TMC ને 125 થી 140 બેઠકો મળવાનો અંદાજ છે. અન્ય પક્ષોને 6 થી 10 બેઠકો મળી શકે છે. આ સર્વે સ્પષ્ટ કરે છે કે ભલે ટક્કર કાંટાની હોય, પરંતુ ફાયદો સીધો ભાજપને થઈ રહ્યો છે.

ચાણક્ય સ્ટ્રેટેજીઝે આપી ભાજપને બહુમતી

ચાણક્ય સ્ટ્રેટેજીઝના એક્ઝિટ પોલના આંકડા ભાજપ માટે વધુ સારા સમાચાર લાવ્યા છે. તેમના મતે, 294 બેઠકો ધરાવતી વિધાનસભામાં સરકાર બનાવવા માટે 148 નો જાદુઈ આંકડો જરૂરી છે, અને ભાજપ 150 થી 160 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવતી દેખાઈ રહી છે. આ સર્વેમાં TMC ને 130 થી 140 બેઠકો અને અન્યોને 6 થી 10 બેઠકો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

પ્રજા પોલની આગાહી: ભાજપની ઐતિહાસિક જીત

સૌથી વધુ ચોંકાવનારા આંકડા પ્રજા પોલના એક્ઝિટ પોલમાં સામે આવ્યા છે. આ સર્વે મુજબ બંગાળમાં ભાજપ શાનદાર અને ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. પ્રજા પોલે ભાજપને 178 થી 208 બેઠકો મળવાની જંગી આગાહી કરી છે, જે બહુમતીના આંકડા (148) કરતા ઘણી વધારે છે. તેની સામે TMC સમેટાઈ જતી દેખાય છે, જેને માત્ર 85 થી 110 બેઠકો મળવાનો અંદાજ છે. અન્ય પક્ષો 5 બેઠકો સુધી સીમિત રહી શકે છે. આ સર્વે બંગાળમાં ભાજપની પ્રચંડ લહેર હોવાનો ઈશારો કરે છે.

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળ 2026 ના એક્ઝિટ પોલ શું દર્શાવે છે?

વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ મુજબ, પશ્ચિમ બંગાળમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા છે.

પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ ભાજપ અને TMC ને કેટલી બેઠકો મળવાનો અંદાજ છે?

પોલ ડાયરીના અંદાજ મુજબ, ભાજપને 142-171 બેઠકો અને TMC ને 99-127 બેઠકો મળી શકે છે.

મેટ્રિઝ સર્વેમાં ભાજપ અને TMC માટે શું આગાહી છે?

મેટ્રિઝ સર્વે અનુસાર, ભાજપને 146-161 બેઠકો અને TMC ને 125-140 બેઠકો મળવાનો અંદાજ છે.

ચાણક્ય સ્ટ્રેટેજીઝના સર્વેમાં ભાજપની સ્થિતિ કેવી છે?

ચાણક્ય સ્ટ્રેટેજીઝના મતે, ભાજપ 150-160 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવશે.

પ્રજા પોલની આગાહીમાં કયો પક્ષ સૌથી વધુ મજબૂત દેખાઈ રહ્યો છે?

પ્રજા પોલના એક્ઝિટ પોલ મુજબ, ભાજપ 178-208 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી શકે છે, જ્યારે TMC ને 85-110 બેઠકો મળવાનો અંદાજ છે.

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Embed widget