શોધખોળ કરો
Advertisement
ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, ઉપયોગ કરનારને 25 હજાર સુધીનો દંડ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં આજથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારના નિયમો પ્રમાણે, 24 જૂનથી જો કોઇ પ્લાસ્ટિકની થેલીઓ સાથે પકડાશે તો તેના પર પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારાશે.
નોંધનીય છે કે પ્લાસ્ટિકને પર્યાવરણ માટે ખતરો માનતા રાજ્ય સરકારે પ્લાસ્ટિકના ઉત્પાદનોના વેચાણ, ઉપયોગ, નિર્માણ અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. સરકાર આ કાયદાનો કડકથી અમલ કરવા માટે સ્થાનિક વહીવટીતંત્રની પણ મદદ લઇ રહી છે. પ્લાસ્ટિકમાંથી બનેલી બેગ, ગ્લાસ, પ્લેટ, તરલ પદાર્થ રાખવા માટે પ્લાસ્ટિક, પ્લાસ્ટિક પેકિંગ મટિરિયલ્સ, પ્લાસ્ટિક સ્ટ્રો, નોન વોવન પ્રોલીપ્રોપેન બેગ અને પાઉચ વગેરે વસ્તુઓ પર પ્રતિબંધ મુકાયો છે.
દવાના પેકિંગમાં ઉપયોગમાં આવતા પ્લાસ્ટિક, ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક, કમ્પોસ્ટ પેકિંગ બેગ, એક્સપોર્ટ થનારા સામાનના પેકિંગમાં ઉપયોગમાં આવતા પ્લાસ્ટિક પર છૂટ આપવામાં આવી છે. સરકારના મતે પ્રથમવાર પકડાવવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારાશે. જો બીજીવાર પકડાશે તો 10 હજાર અને ત્રીજીવાર પકડાય તો 25 હજાર રૂપિયા અને ત્રણ મહિનાની જેલ થશે.
પર્યાવરણ મંત્રી રામદાસ કદમે કહ્યું કે, પ્લાસ્ટિકના પ્રોડક્શન પર મહિનાભરમાં પ્રતિબંધ લગાવી દેવાશે. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આ કાયદો લાગુ કરવામાં ડબલ સ્ટાન્ડર્ડ કેમ રાખવામાં આવ્યા છે જેનો તેમણે કોઇ જવાબ આપ્યો નહોતો. નોંધનીય છે કે સરકારે બ્રાન્ડેડ સામાનોના પ્લાસ્ટિક પર કોઇ પ્રતિબંધ લગાવ્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement