'આજે હિમાચલ પાસે 'ડબલ એન્જિન'સરકારની તાકાત છે', આગામી 25 વર્ષ દેશ માટે ખૂબ મહત્વપૂર્ણઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (13 ઓક્ટોબર) નવ દિવસમાં બીજી વખત હિમાચલ પ્રદેશની મુલાકાતે છે
PM Modi In Himachal: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (13 ઓક્ટોબર) નવ દિવસમાં બીજી વખત હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. તેમણે અહીં ચંબાના લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં ડબલ એન્જિન સરકારની શક્તિ છે. આ ડબલ એન્જિનની શક્તિએ હિમાચલ પ્રદેશના વિકાસને બમણી ગતિએ આગળ ધપાવી છે. ડબલ એન્જિન સરકારની કાર્યશૈલી અલગ છે. આ સરકારની પ્રાથમિકતા લોકોના કામ સરળ બનાવવાની છે.
हमने यहां शांता जी को, धूमल जी को अपनी जिंदगी खपाते देखा है।
— BJP Himachal Pradesh (@BJP4Himachal) October 13, 2022
जब भाजपा के नेताओं को हिमाचल के अधिकार के लिए दिल्ली में जाकर गुहार लगानी पड़ती थी, आंदोलन करना पड़ता था, लेकिन दिल्ली में सुनवाई नहीं होती थी।
- पीएम श्री @narendramodi जी #HimachalWithDoubleEngine pic.twitter.com/uRxZeR0LW4
પીએમ મોદીએ કહ્યું કે ચંબાએ તેમને ઘણો પ્રેમ આપ્યો છે. અહીંના એક શિક્ષકનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેમણે મિંજરના મેળા દરમિયાન તેમને પત્ર લખીને ચંબા સાથે જોડાયેલી ઘણી બાબતો શેર કરી હતી. તેમણે ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન આ વાતો દેશની સામે રાખી હતી.
डबल इंजन की सरकार का काम करने का तरीका अलग है।
— BJP Himachal Pradesh (@BJP4Himachal) October 13, 2022
हमारी प्राथमिकता ये है कि लोगों के जीवन को आसान कैसे बनाएं।
इसलिए हम जनजातीय क्षेत्रों, पहाड़ी क्षेत्रों पर सबसे अधिक बल दे रहे हैं।
- पीएम श्री @narendramodi जी #HimachalWithDoubleEngine pic.twitter.com/xHlHg0zGJA
'પર્વતનું પાણી અને જવાની બંન્ને કામ આવશે'
તેમણે કહ્યું હતું કે આજે અહીંથી ચંબા સહિત હિમાચલ પ્રદેશના દુર્ગમ ગામોને રસ્તા અને રોજગારની ભેટ આપવી તેમના માટે ખૂબ જ ખુશીની વાત છે. આપણે એ બદલ્યું છે, જ્યારે કહેવામાં આવતું કે પહાડનું પાણી અને પહાડનું યુવાધન પર્વત માટે ઉપયોગી નથી. હવે અહીંનું પાણી પણ તમને ઉપયોગી થશે અને અહીંના યુવાનો પણ દિલથી વિકાસની યાત્રાને આગળ ધપાવશે.
आज हिमाचल के पास डबल इंजन सरकार की ताकत है।
— BJP Himachal Pradesh (@BJP4Himachal) October 13, 2022
इस डबल इंजन की ताकत ने हिमाचल के विकास को डबल तेजी से आगे बढ़ाया है।
- पीएम श्री @narendramodi जी #HimachalWithDoubleEngine pic.twitter.com/rBcm0SGRBo
'25 વર્ષમાં દરેક દિવસ મહત્વપૂર્ણ છે'
જ્યારે દેશને આઝાદીના 100 વર્ષ થશે, ત્યારે હિમાચલ પણ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરશે. એટલા માટે આવનારા 25 વર્ષનો દરેક દિવસ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ થઇ ગયો છે જેમાં આપણે વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવાનો છે. આગામી થોડા મહિનામાં હિમાચલની સ્થાપનાના 75 વર્ષ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
यानि, जब देश की आजादी के 100 साल होंगे तो हिमाचल भी अपनी स्थापना के 100 वर्ष पूरे कर रहा होगा।
— BJP Himachal Pradesh (@BJP4Himachal) October 13, 2022
इसलिए आने वाले 25 वर्षों का एक-एक दिन हमारे लिए बहुत महत्वपूर्ण है।
- पीएम श्री @narendramodi जी
#HimachalWithDoubleEngine