શોધખોળ કરો
આજે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરશે PM મોદી
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરશે.

નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા થશે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યું કે વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે મળીને શનિવારે ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પરિવહન, સંપર્ક, ક્ષમતાવર્ધન અને સંસ્કૃતિના ક્ષેત્રે છ-સાત સમજૂતીઓ પણ થઈ શકે છે. નેતાઓ વચ્ચેની વાતચીતમાં વેપાર, સંપર્ક, વિકાસમાં સહયોગ, લોકો વચ્ચે અંદરોઅંદરનો સંપર્ક, સંસ્કૃતિ અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.Prime Minister of Bangladesh, Sheikh Hasina to hold bilateral discussions with Prime Minister Narendra Modi in Delhi today. The Bangladeshi PM is on a four-day visit to India. (File pic) pic.twitter.com/eOtfm8bEwc
— ANI (@ANI) October 5, 2019
વધુ વાંચો






















