Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ એક્શનમાં સરકાર, જાણો પીએમ મોદીએ શું આપ્યા આદેશ
Jammu and Kashmir: આતંકી હુમલા બાદ વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી. અધિકારીઓને આતંકવાદ વિરોધી ક્ષમતાઓ તૈનાત કરવા કહ્યું. PMએ આતંકવાદી હુમલામાં વધારા પછી જમ્મુ અને કાશ્મીર પર બેઠક યોજી
Jammu and Kashmir: આતંકી હુમલા બાદ વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી. અધિકારીઓને આતંકવાદ વિરોધી ક્ષમતાઓ તૈનાત કરવા કહ્યું. PMએ આતંકવાદી હુમલામાં વધારા પછી જમ્મુ અને કાશ્મીર પર બેઠક યોજી, કહ્યું, આતંકવાદ વિરોધી ક્ષમતાઓનો સંપૂર્ણ સ્પેક્ટ્રમ તૈનાત થવી જોઈએ.
PM spoke to HM Amit Shah and discussed the deployment of security forces and counter-terror operations. PM also spoke to J&K LG Manoj Sinha and took stock of the situation in J&K. PM was briefed on the efforts being undertaken by local administration: GoI Sources https://t.co/l8QDMlwwQ4
— ANI (@ANI) June 13, 2024
વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને અન્ય ઉચ્ચ અધિકારીઓને દેશની સમગ્ર આતંકવાદ વિરોધી ક્ષમતાઓને સક્રિય કરવા નિર્દેશ આપ્યો હતો.
PM Modi chaired a review of the situation in J&K with NSA and other officials. PM was given a full overview of the security-related situation in J&K. PM was apprised of the counter-terror efforts being undertaken. PM asked them to deploy the full spectrum of our counter-terror…
— ANI (@ANI) June 13, 2024
વડા પ્રધાન મોદીએ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી અને વિસ્તારમાં તાત્કાલિક સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત, તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવવા માટે વાત કરી હતી.
ગુરુવારની બેઠક દરમિયાન વડાપ્રધાનને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમને આતંકવાદ વિરોધી પ્રયાસો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન, મોદીએ વરિષ્ઠ અધિકારીઓને ભારતની આતંકવાદ વિરોધી ક્ષમતાઓના સંપૂર્ણ સ્પેક્ટ્રમને તૈનાત કરવા વિનંતી કરી. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી વિશે પણ વાત કરી હતી.
રવિવારે, આતંકવાદીઓએ રિયાસીમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર હુમલો કર્યો, જેના કારણે તે રસ્તાથી દૂર ઊંડી ખીણમાં ખાબકી, જેમાં 9 લોકો માર્યા ગયા અને 41 ઘાયલ થયા. બે દિવસ પછી, આતંકવાદીઓએ ડોડામાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કર્યો, જેમાં 6 સુરક્ષાકર્મી ઘાયલ થયા. તે જ રાત્રા કઠુવા જિલ્લામાં એક અન્ય અથડામણમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહિદ થયો અને એક આતંકવાદી માર્યો ગયો. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના કોટા ટોપ વિસ્તારમાં બુધવારે સાંજે આતંકવાદીઓ સાથેની તાજેતરની અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.