'સેનાએ રચ્યો ઈતિહાસ, ઓપરેશન સિંદૂરની ગુંજ આખી દુનિયાએ સાંભળી', આદમપુર એરબેઝમાં બોલ્યા PM મોદી
પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના સૈનિકોને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ છુપાઈ શકે, અમે તેમના ઘરોમાં ઘૂસીને તેમને મારી નાખીશું અને તેમને ભાગવાનો મોકો નહીં આપીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. અહીં તેમને જવાનો સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના સૈનિકોને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ છુપાઈ શકે, અમે તેમના ઘરોમાં ઘૂસીને તેમને મારી નાખીશું અને તેમને ભાગવાનો મોકો નહીં આપીએ. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સેનાએ ઈતિહાસ રચ્યો છે. ઓપરેશન સિંદૂરની ગુંજ આખી દુનિયાએ સાંભળી.
દુશ્મન દેશ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો
પ્રધાનમંત્રી મોદીએ જલંધરના આદમપુર એરબેઝ પર વાયુસેનાના જવાનો સાથે સંવાદ કર્યો. પીએમ મોદીએ વાયુસેનાના સૈનિકો સાથેની વાતચીતમાં દુશ્મન દેશ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. પાકિસ્તાનના ઘણા એરબેઝને પણ નુકસાન થયું છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સેનાએ પણ આવો જ જુસ્સો જાળવી રાખવો પડશે. તમારે તેને આ રીતે તૈયાર રાખવું પડશે. આપણે દુશ્મનને અહેસાસ કરાવવો પડશે કે આ એક નવું ભારત છે. આ નવું ભારત જાણે છે કે દુશ્મનનો નાશ કેવી રીતે કરવો. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય વાયુસેના હવે ફક્ત શસ્ત્રોથી જ નહીં પરંતુ ડેટા અને ડ્રોનથી પણ દુશ્મન દેશોને હરાવવા સક્ષમ છે.
આદમપુર એરબેઝ પર, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આતંકવાદ સામે ભારતની 'લક્ષ્મણ રેખા' હવે સંપૂર્ણપણે સ્પષ્ટ છે.' જો હવે બીજો આતંકવાદી હુમલો થશે, તો ભારત જવાબ આપશે - એક મજબૂત જવાબ. આપણે સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલા દરમિયાન આ જોયું. હવે ઓપરેશન સિંદૂર ભારતનો નવો નોર્મલ છે.
ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં
ભારતે ત્રણ પોઈન્ટ નક્કી કર્યા છે. પ્રથમ, જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો અમે અમારી રીતે અમારી શરતો પર અને અમારા પોતાના સમયે જવાબ આપીશું. બીજું, ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં. ત્રીજું આપણે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદી નેતાઓને અલગ-અલગ નહીં જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે હું ગર્વથી કહી શકું છું કે તમે બધા તમારા લક્ષ્યો પર ખરા ઉતર્યા છો. પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા અને એરબેઝનો નાશ કરવામાં આવ્યો છે એટલું જ નહીં, તેમના દુષ્ટ ઇરાદાઓ અને દુસ્સાહસનો પણ નાશ કરવામાં આવ્યો છે.
ભારતમાં નિર્દોષ લોકોનું લોહી વહેવડાવવાનું એક જ પરિણામ આવશે; વિનાશ અને મહાવિનાશ. ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળે પાકિસ્તાની સેનાને હરાવી છે. પીએમ મોદીએ કહ્યું કે તમે જણાવી દિધુ છે કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં પાકિસ્તાની સૈનિકો શાંતિથી શ્વાસ લઈ શકે. આપણે તેમના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખીશું.





















