PM Modi Road Show: ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ જેપી નડ્ડાએ આપ્યું મોટું નિવેદન
પીએમ મોદીના આ રોડ શોને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
Background
PM Modi Road Show: મિશન 2024ની રણનીતિ તૈયાર કરવા માટે દિલ્હીમાં આજથી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠક પહેલા પીએમ મોદી એક મોટો રોડ શો કરશે.
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 16 જાન્યુઆરીના રોજ બપોરે 3 વાગ્યાથી સંસદ માર્ગ પર પટેલ ચોકથી સંસદ માર્ગ-જયસિંહ રોડ જંકશન સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. એક નિવેદનમાં, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, "સરળ ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે રોડ શો રૂટની આસપાસના વિસ્તારોમાં ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવશે."
પીએમ મોદીના આ રોડ શોને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ કારણે ટ્રાફિક એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે અશોકા રોડ (વિન્ડસર પ્લેસથી જયસિંહ રોડ જીપીઓ બંને કેરેજ વે), પાર્લામેન્ટ સ્ટ્રીટ, ટોલ્સટોય રોડ (જનપથથી સંસદ સ્ટ્રીટ), રફી માર્ગ (રેલ ભવનથી સંસદ સ્ટ્રીટ), જંતર-મંતર રોડ, ઇમ્તિયાઝ ખાન માર્ગ અને બાંગ્લા સાહિબ લેન 16 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે.
નડ્ડાએ ઘડી કાઢ્યો 2023નો પ્લાન!
જધાની દિલ્હીમાં આજથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બેઠકમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાતની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. હિમાચલની ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે, અમારે સરકાર બદલવાની પરંપરા બદલવી હતી પરંતુ અમે તેમ કરી શક્યા નહીં. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, અધ્યક્ષ જેપી નડ્ડાએ અગાઉ પણ કહ્યું હતું કે, આપણે નબળા બૂથ જીતવા પડશે. દેશભરમાં 100 લોકસભા મતવિસ્તારોમાં 72 હજાર બૂથની ઓળખ કરવામાં આવી હતી જ્યાં ભાજપ નબળો હતો અને જ્યાં અમારે પહોંચવાનું હતું. પરંતુ આપણે 1 લાખ 30 હજાર બૂથ પર પહોંચ્યા અને પાર્ટીની નીતિઓનો ફેલાવો કર્યો.
દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ રહી છે. ભાજપની બેઠક 2 દિવસ સુધી ચાલશે. બેઠકમાં લોકસભા-વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં 12 રાજ્યોના સીએમ અને 35 કેન્દ્રીય મંત્રી સામેલ છે. પીએમ મોદી-જેપી નડ્ડાએ બેઠક શરૂ કરી.





















