શોધખોળ કરો
Advertisement
Coronavirus: ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી સારીઃ PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જન આધારિત લડાઈએ અત્યાર સુધી સારા પરિણામ આપ્યા છે પરંતુ હવે આપણે વધારે સાવધાન રહેવાની જરૂર છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ડૉ. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનની 90મી જયંતી સમારોહમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યુ હતું. મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, દુનિયા હાલ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે એક મજબૂત લડાઈ લડી રહી છે. કોવિડ-19 માત્ર એક શારીરિક બીમારી નથી પરંતુ લોકોના જીવન માટે ખતરો પણ છે. જે આપણું ધ્યાન અસ્વસ્થ જીવન શૈલી તરફ પણ લઈ જાય છે.
પીએમ મોદીએ કહ્યું, તમને જાણીને ખુશી થશે કે આપણા કોરોના યોદ્ધાઓની મદદથી ભારત મજબૂતીથી કોવિડ-19 સામે લડી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં કેટલાક લોકોએ ભવિષ્યવાણી કરી હતી કે ભારતમાં વાયરસનો પ્રભાવ ખૂબ ગંભીર હશે. લોકડાઉનના કારણે સરકાર અને લોકો દ્વારા સંચાલિત લડાઈની કરેલી પહેલથી ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી સારી છે. ભારતમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જન આધારિત લડાઈએ અત્યાર સુધી સારા પરિણામ આપ્યા છે પરંતુ હવે આપણે વધારે સાવધાન રહેવાની જરૂર છે. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, ભીડભાડવાળી જગ્યા પર જતાં પહેલા વિચારવું આજે પણ જરૂરી છે. છેલ્લા થોડા સપ્તાહથી ભારત સરકારે અર્થવ્યવસ્થા સંબંધિત ટૂંકાગાળાના અને લાંબાગાળાના બંને મુદ્દાને સંબોધિત કર્યા છે. સમુદ્રથી અંતરિક્ષ સુધી, ખેતરથી લઈ કારખાન સુધી, લોકોને અનુકૂળ અને વિકાસ માટે અનુકૂળ નિર્ણય લેવામાં આવ્યા છે.
મોદીએ કહ્યું, અમે દિલ્હીના આરામદાયક સરકારી કાર્યાલયોથી નહીં પરંતુ પાયાના લોકો પાસેથી મળેલા ફિડબેક બાદ ફેંસલા લીધા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, હું ડો. જોસેફને અભિનંદન આપું છું અને તેમના દીર્ઘાયુ તથા સર્વશ્રેષ્ઠ સ્વાસ્થ્યની કામના કરું છું. ડો. જોસેફ માર થોમાએ આપણા સમાજ અને રાષ્ટ્રની સુખાકારી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ભારત હંમેશાથી અનેક સ્ત્રોતો સાથે આધ્યાત્મિક પ્રભાવને લઈ ખુલ્લુ રહ્યું છે. આ વિનમ્રતાની ભાવના સાથે માર થોમા ચર્ચે ભારતીયોના જીવનમાં એક સકારાત્મક અંતર લાવવાનું કામ કર્યું છે. તેમણે સ્વાસ્થ્ય સેવા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement