શોધખોળ કરો

PM Modi Security Breach: PM મોદીની સુરક્ષામાં ખામી મામલે પંજાબ પોલીસના અધિકારીઓ પર કાર્યવાહી, તત્કાલિન DGP, DIG અને SSP પર એક્શનના આદેશ

પીએમની સુરક્ષામાં ખામી મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં 5 સભ્યોની એક સમિતિની રચના કરી હતી.

PM Modi Security Breach: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીને લઈને પંજાબ સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે તત્કાલીન ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, ફિરોઝપુરના તત્કાલિન ડીઆઈજી ઈન્દ્રબીર સિંહ, તત્કાલિન એસએસપી હરમનદીપ હંસ સામે કડક ખાતાકીય કાર્યવાહીના આદેશ આપ્યો છે. આ સાથે પંજાબના અન્ય ઘણા આઈપીએસ અધિકારીઓ સામે પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે તત્કાલીન એડીજીપી લો એન્ડ ઓર્ડર નરેશ અરોરા, તત્કાલીન એડીજીપી સાયબર ક્રાઈમ જી નાગેશ્વર રાવ, તત્કાલીન આઈજીપી પટિયાલા રેન્જ મુખવિંદર સિંહ, તત્કાલીન આઈજી કાઉન્ટર ઈન્ટેલિજન્સ રાકેશ અગ્રવાલ, તત્કાલીન ડીઆઈજી ફરીદકોટ સુરજીત સિંહ અને તત્કાલીન એસએસપી મોગા ચરણજીત સિંહને પૂછ્યું છે કે તપાસ સમિતિની ભલામણ મુજબ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ?

શું હતું રિપોર્ટમાં?

પીએમની સુરક્ષામાં ખામી મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં 5 સભ્યોની એક સમિતિની રચના કરી હતી. 6 મહિના પહેલા રજૂ કરાયેલ તપાસ સમિતિના આ અહેવાલમાં પીએમની સુરક્ષામાં ખામી માટે રાજ્યના તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, પોલીસ વડા એસ ચટ્ટોપાધ્યાય અને અન્ય ઉચ્ચ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જેના પગલે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને કાર્યવાહીનો અહેવાલ સોંપવા જણાવ્યું હતું.

આ અહેવાલમાં પંજાબ પોલીસ અધિકારીઓ પર બેદરકારીભર્યા વલણનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ ઘટનાને આયોજન અને સંકલનમાં મોટી નિષ્ફળતા તરીકે વર્ણવવામાં આવી હતી. જે સમયે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો હતો, તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી હતા.

શું છે કેસ?

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જાન્યુઆરી 2022ના રોજ પંજાબની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિરોઝપુરમાં પીએમ મોદીના કાફલાને એક ગામમાં પુલ પર ખેડૂતોએ રોકી દીધો હતો. આ પછી પીએમને પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો અને તેઓ દિલ્હી પાછા ફર્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Punjab: સરહદે હલચલ તેજ-જવાનોના ધાડા ઉતારાયા-ગામડાઓના રસ્તાઓ સીલ, જાણો કેમ?

India-Pakistan Border in Punjab : વિવાદાસ્પદ ખાલિસ્તાન સમર્થન અમૃતપાલ સિંહને ઝડપી પાડવા પોલીસ ભારે મથામણ કરી રહી છે. પરંતુ હજી સુધી તે પોલીસની પકડથી દૂર છે. હવે અમૃતપાલ સિંહને લઈને દેશની સરહદ પણ હલચલ વધી જવા પામી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સૈન્ય પણ સાબદુ બની ગયું છે. આ અગાઉ અમૃતપાલ સિંહના 6 સાથીદારોને પંજાબથી અન્યત્ર લઈ જવા માટે ભારતીય વાયુદળના પ્લેનની મદદ લેવામાં આવી હતી. આમ અમૃતપાલના કારણે એસફોર્સ બાદ હવે સૈન્ય અને સુરક્ષા દળો પણ સાબદા બન્યા છે. સરહદે જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે.

અમૃતપાલ સિંહને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, તે દેશની સરહદ ઓળંગીને પાકિસ્તાન જવાની ફિરાકમાં હોઈ શકે છે. તેથી પોલીસે પંજાબના ગામડાઓથી ભારત-પાકિસ્તાન સરહદ તરફ જતા તમામ રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. સરહદને અડીને આવેલા ગામોના ગ્રામજનોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે, જો ગામડાઓમાં કોઈ બહારની વ્યક્તિ દેખાય તો તેઓ તાત્કાલિક બીએસએફ અને પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે. હુસૈનીવાલા બોર્ડર, મમદોટ અને ફાઝિલ્કા ઉપરાંત અમૃતસર બોર્ડર પર સુરક્ષા જવાનો તૈનાત છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
Embed widget