PM Modi in Manipur: મણિપુરમાં આદિવાસીઓ સાથે પીએમ મોદીએ વગાડ્યો ઢોલ, જુઓ વીડિયો
પીએમ મોદી મણિપુરમાં આદિવાસીઓ પાસેથી સંગીતનાં વાદ્યો અંગે જાણકારી મેળવી હતી. આ દરમિયાન તેઓ ડ્રમ વગાડતા પણ જોવા મળ્યા હતા.
PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુરની મુલાકાતે હતા. ઇમ્ફાલમાં, તેમણે રૂ. 4,800 કરોડથી વધુની કિંમતની 22 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જનસભા દરમિયાન એક તરફ તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું તો બીજી તરફ તેઓ પૂર્વોત્તરની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાણ બતાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. પીએમ મોદી મણિપુરમાં આદિવાસીઓ પાસેથી સંગીતનાં વાદ્યો અંગે જાણકારી મેળવી હતી. આ દરમિયાન તેઓ ડ્રમ વગાડતા પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીએ પણ મણિપુરની આ યાદગાર પળોને પોતાના ટ્વીટર પરથી શેર કરી છે.
Memorable moments from Manipur! Watch… pic.twitter.com/zj3ORmMJG9
— Narendra Modi (@narendramodi) January 4, 2022
પીએમ મોદીએ કહ્યું, "ત્રિપુરાના ભાગ્ય સાથે ગરીબી અને પછાતપણું જોડાયેલું હતું. 21મી સદીનું ભારત સૌના વિકાસ અને દરેકના પ્રયાસથી બધાને સાથે લઈને આગળ વધશે." તેમણે કહ્યું કે કેટલાક રાજ્યો પાછળ રહે, કેટલાક રાજ્યોના લોકો પાયાની સુવિધાઓ માટે ઝંખતા હોય, આ અસંતુલિત વિકાસ યોગ્ય નથી. ત્રિપુરાના લોકોએ દાયકાઓથી અહીં આ જ જોયું છે.
HIRA મોડલ એટલે શું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં HIRA મોડલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એચ ટુ હાઇવે, આઇ ટુ ઇન્ટરનેટ, આર ટુ રેલ્વે અને એ ટુ એરવેઝ. આજે ત્રિપુરા તેની કનેક્ટિવિટી સુધારી રહ્યું છે, ડાયમંડ મોડલ પર તેની કનેક્ટિવિટી વધારી રહ્યું છે,"
ડબલ એન્જિન સરકારનો ઉલ્લેખ કરી શું બોલ્યા મોદી
ડબલ એન્જિનની સરકારનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, "ડબલ એન્જિનની સરકારનો કોઈ મુકાબલો નથી. ડબલ એન્જિનની સરકાર એટલે સંસાધનોનો યોગ્ય ઉપયોગ. ડબલ એન્જિનની સરકાર એટલે સંવેદનશીલતા. ડબલ એન્જિનની સરકાર એટલે લોકોના સામર્થ્યને પ્રોત્સાહન આપવું."
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ આપવામાં ત્રિપુરા મહત્વની ભૂમિકા ભજવી શકે છે
મોદીએ એમ પણ કહ્યું ત્રિપુરા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અહીં બનેલી વાંસની સાવરણી, વાંસની બોટલો જેવા ઉત્પાદનો માટે દેશમાં એક વિશાળ બજાર ઉભું થઈ રહ્યું છે. જેના કારણે હજારો સાથીદારોને વાંસની વસ્તુઓના ઉત્પાદનમાં રોજગાર, સ્વરોજગારી મળી રહી છે.