શોધખોળ કરો
Advertisement
'પરીક્ષા પર ચર્ચા' વિદ્યાર્થીઓની વચ્ચે પીએમ મોદીએ કર્યો #WithoutFilterનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે આજે વિદ્યાર્થીઓ સાથે જે પણ વાત થશે તે With out Filter હશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત ‘પરીક્ષા પર ચર્ચા 2020’માં સ્કૂલના વિદ્યાર્થીઓના બધા સવાલોના જવાબ આપ્યા, પીએમ મોદીએ કહ્યું કે આજે વિદ્યાર્થીઓ સાથે જે પણ વાત થશે તે With out Filter હશે.
પીએમ મોદીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, આજકાલ આજ હેશટેગ ચાલી રહ્યો છે. મોદીની આ વાત પર કાર્યક્રમમાં બેસેલા બધા લોકો હંસવા લાગ્યા. કાર્યક્રમમાં પીએમ મોદીએ પરીક્ષાની તૈયારીઓ કઇ રીતે કરે? તનાવને કેવી રીતે ઓછો કરે? જેવા અનેક સવાલોને લઇને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને પુછવા માટે જે સવાલો મોકલ્યા હતા, તેમાં મોટી સંખ્યામાં વાંચન-લેખન, પરીક્ષાનો તનાવ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત હતા.
ત્રણ વર્ષ દરમિયાન વડાપ્રધાનનો પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ ખુબજ સકારાત્મક રહ્યો, તેની અસર વિદ્યાર્થીઓ પર દેખાઇ અને આ જ કારણે આ વખતે કાર્યક્રમમો ખુબ વિસ્તૃત રીતે રાખવામાં આવ્યો હતો. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વિદ્યાર્થીની સંખ્યા પણ વધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement