Mahakumbh 2025: PM મોદીએ સંગમમાં આસ્થાની લગાવી ડૂબકી, સૂર્યને અર્ઘ્ય આપી મંત્રોચ્ચાર સાથે કર્યુ ગંગા પૂજન
Mahakumbh 2025: PM મોદીએ સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી, આ સાથે તેમણે મંત્રજાપ અને ગંગાનું પૂજન પણ કર્યું હતું. તેઓ આ અવસરે સાધુ સંતોની પણ મુલાકાત કરી આશિષ મેળવશે

Mahakumbh 2025:વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી ગયા છે. તેણે સંગમમાં ડૂબકી લગાવી. સીએમ યોગી તેમની સાથે છે. પીએમ લગભગ અઢી કલાક પ્રયાગરાજમાં રહેશે. મોદી મોટર બોટ દ્વારા યોગી સાથે સંગમ પહોંચ્યા. તેણે ભગવા રંગના કપડા પહેર્યા હતા. ગળામાં રુદ્રાક્ષની માળા હતી. મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ એકલાએ જ સંગમમાં ડૂબકી લગાવી હતી. મોદીનું વિમાન બમરૌલી એરપોર્ટ પહોંચ્યું. અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી, બંને ડેપ્યુટી સીએમએ સ્વાગત કર્યું હતું. પીએમ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ડીપીએસ હેલિપેડ પહોંચ્યા હતા. અહીંથી તેમનો કાફલો અરેલના વીઆઈપી ઘાટ પહોંચ્યો હતો. ત્યાંથી બોટ દ્વારા સંગમ પહોંચ્યા. 54 દિવસમાં PMની મહાકુંભની આ બીજી મુલાકાત છે. આ પહેલા તે 13 ડિસેમ્બરે અહીં આવ્યા હતા.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी प्रयागराज में महाकुंभ मेला क्षेत्र पहुंचे।
— ANI_HindiNews (@AHindinews) February 5, 2025
उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ भी मौजूद हैं।
(सोर्स: ANI/DD) pic.twitter.com/sEQRdIgcRU
#WATCH | Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh
— ANI (@ANI) February 5, 2025
(Source: ANI/DD)
#KumbhOfTogetherness #MahaKumbh2025 pic.twitter.com/kALv40XiAH
મોટર બોટમાં પીએમ મોદી સાથે સીએમ યોગી પણ ગયા હતા. CM યોગીએ તેમને મહાકુંભ વિશે માહિતી આપી હતી. બંને નેતાઓ મોટર બોટમાં વાતચીત કરતા સંગમ પહોંચ્યા હતા. પીએમ મોદીએ સંગમમાં ડૂબકી લગાવી હતી. તેમણે સંગમ ઘાટથી થોડે દૂર સ્નાન કર્યું હતું. જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે. સંગમ સ્નાન દરમિયાન સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા. પીએમ મોદી અહીં સાધુ સંતો સાથે મુલાકાત કરશે, પીએમ મોદી વાયુસેનાના પ્લેનથી 12:30 કલાકે તેઓ પ્રયાગરાજથી દિલ્લી રવાના થશે,
માહિતી આપતા એસપી ટ્રાફિક ફેર અંશુમન મિશ્રાએ જણાવ્યું કે, અરૈલમાં પીએમના આગમન દરમિયાન વીઆઈપી ઘાટ તરફ જતા રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય અન્ય કોઈ ડાયવર્ઝન સિસ્ટમ લાગુ કરવામાં આવી નથી.
મહાકુંભ 2025માં વસંતએ ત્રીજું શાહી સ્નાન થઇ ગયું. આ સાથે મહાકુંભના ત્રણ અમૃતસ્નાન થઈ ચૂક્યા છે. આ પછી, વધુ બે મુખ્ય સ્નાન બાકી છે. ભીડને ટાળીને, તમે ફેબ્રુઆરી મહિનામાં બાકી રહેલા સ્નાન તહેવાર દરમિયાન સંગમ શહેરમાં પહોંચી શકો છો અને મહાકુંભના સાક્ષી બની શકો છો. જાણીએ હવે આગામી સ્નાન ક્યારે?
મહાશિવરાત્રી
ફેબ્રુઆરી મહિનામાં 12 ફેબ્રુઆરીએ મહા પૂનમનું સ્નાન થશે બાદ મહાકુંભનું ચોથુ સ્નાન મહાશિવરાત્રિ પર થશે. 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો તહેવાર છે, આ દિવસે સ્નાન કરવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરે છે. મહાશિરાત્રી પર મહાકુંભમાં ભારે ભીડ જોવા મળી શકે છે.
અમૃત સ્નાનનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર અમૃત સ્નાનના દિવસે ગંગા સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ અમૃતમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અમૃતમાં સ્નાન કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે. જો કે મહાકુંભમાં કોઈપણ દિવસે સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર અમૃતમાં સ્નાન કરવાથી અમરત્વ મળે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
