શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને તુર્કીનું સમર્થન, પીએમ મોદીએ ઉઠાવ્યું આ પગલું
તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ પોતાનો તુર્કી યાત્રાને રદ કરી દીધી છે.
નવી દિલ્હી: તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એદોર્ગાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા અને તુર્કી દ્વારા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફટીએફ) બેઠકમાં પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. તેના બાદ વડાપ્રધાન મોદીએ પોતાનો તુર્કી યાત્રાને રદ કરી દીધી છે. પીએમ મોદી એક મોટા ઇન્વેસ્ટમેન્ટ સન્મેલનમાં ભાગ લેવા માટે 27-28 ઓક્ટોબરે સાઉદી અરેબિયા જવાના છે. તેઓ ત્યાંથી તુર્કી જવાના હતા, પરંતુ હવે ત્યાં જવાનો કાર્યક્રમને રદ કરી દીધો છે.
પીએમ મોદીની દ્વિપક્ષીય વાર્તા માટે તુર્કની આ પ્રથમ યાત્રા હતી. પીએમ મોદીએ 2015માં G-20 સમિટ માટે તુર્કીનો પ્રવાસ કર્યો હતો. તે સિવાય ઓસાકામાં આ વર્ષે G-20 માં પીએમ મોદી તુર્કીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા જુલાઈ, 2018માં રેસેપ તૈયપે ભારતનો બે દિવસીય મુલાકાત કરી હતી.
વિદેશ મંત્રાલયે આ પ્રવાસને રદ કરવાની ખબર પર કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રવાસ ફાઇનલ જ નહોતો થયો, એવામાં રદ થવાનો કોઈ પ્રશ્નજ નથી.
ઉલ્લેખનીય છે કે મલેશિયા અને તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે ભારત વિરુદ્ધ સ્ટેન્ડ લીધું હતું. જેના બાદ ભારત સરકારે મલેશિયા અને તુર્કીમાંથી આયાત પર પતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. તુર્કીને ભારતીય નૌસેના માટે વૉરશિપ બનાવવાની ડિલ ગુમાવવી પડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion