શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીએ આર્થિક પેકેજની સાથે લોકડાઉન 4ની પણ કરી જાહેરાત
21મી સદી ભારતની છે, આ આપણું સપનું નહી, આપણા બધાની જવાબદારી છે. વિશ્વની આજની સ્થિત આપણે શિખવાડે છે કે તેનો રસ્તો છે કે- આત્મનિર્ભર ભારત.
નવી દિલ્હી: પીએમ મોદીએ કહ્યું લોકડાઉનનો ચોથો તબક્કો લોકડાઉન 4 એકદમ નવા રંગ રૂપવાળો હશે, નવા નિયમોવાળો હશે. રાજ્યો પાસેથી અમને જે સૂચનો મળી રહ્યા છે, તેના આધાર પર લોકડાઉન 4 સાથે જોડાયેલ જાણકારી તમને 18 મે પહેલા આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કોરોના સંક્રમણનો મુકાલબલો કરતા દુનિયાને હવે ચાર મહિનાથી વધારે સમય થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું હાલમાં સરકારે કોરોના સંકટ સાથે જોડાયેલી જે આર્થિક જાહેરાત કરી હતી, જે રિઝર્વ બેંકનો નિર્ણય હતો અને આજે જે આર્થિક પેકેજની જાહેરાત થઈ રહી છે, તેને જોડાવામાં આવે તો આશરે 20 લાખ કરોડ રૂપિયા છે. આ પેકેજ ભારતની GDPના આશરે 10 ટકા છે. 2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું એક વાયરસે દુનિયાને તબાહ કરી છે. વિશ્વભરમાં કરોડો જિંદગી સંકટનો સામનો કરી રહી છે. સમગ્ર વિશ્વ જીવ બચાવવાના જંગમાં લાગ્યા છે. આપણે આજ સુધીમાં આવું સંકટ કદી જોયું નથી. આ અકલ્પનિય સંકટ છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું જ્યારે આપણે આ બંને કાલખંડોને ભારતની નજરે જોઈએ છીએ તો લાગે છે કે 21મી સદી ભારતની છે, આ આપણું સપનું નહી, આપણા બધાની જવાબદારી છે. વિશ્વની આજની સ્થિત આપણે શિખવાડે છે કે તેનો રસ્તો છે કે- આત્મનિર્ભર ભારત.
પીએમ મોદીએ કહ્યું, જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં PPE કિટ નહોતી બની, N95 માસ્કનું ભારતમાં નામ માત્ર ઉત્પાદન થતું હતું. આજે દેશમાં દરરોજ બે લાખ PPE અને 2 લાખ N95 માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે.
દુનિયા સામે ભારતનું મૂળભૂત ચિંતન, આશાનું કિરણ નજર આવે છે. ભારતની સંસ્કૃતિ , ભારતના સંસ્કાર, તે આત્મનિર્ભરતાની વાતો કરે છે જેની આત્મા વસુદેવ કુટુંબકમ છે. ભારત જ્યારે આત્મનિર્ભરતાની વાત કરે છે ત્યારે આત્મકેન્દ્રિત વ્યવસ્થાની હિમાયત નથી કરતું. ભારતની આત્મનિર્ભરતામાં સંસારના સુખ,. સહયોગ અને શાંતિની ચિંતા હોય છે.
મેં કચ્છમાં ભૂકંપ જોયો છે. ચારે તરફ બધું ધ્વસ્ત હતું. મારી આંખે મેં એ કાટમાળ જોયો છે. એ વખતે કોઈ વિચારી પણ ન્હોતું શકતું કે કચ્છ કદી બેઠું થશે. પણ એ શક્ય બન્યું. આજે કચ્છ સમૃદ્ધિમાં રાચે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જીવન અને મોતની લડાઈ લડી રહેલી દુનિયામાં આજે ભારતની દવાઓ એક નવી આશા લઈને પહોંચી છે. આ પગલાથી દુનિયાભરમાં ભારતની ખૂબ પ્રશંસા થાય છે, ત્યારે દરેક ભારતીય ગર્વ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion