શોધખોળ કરો

Oath Ceremony: મેઘાલય-નાગાલેન્ડમાં સાત માર્ચ અને ત્રિપુરામાં આઠ માર્ચે યોજાશે શપથગ્રહણ, PM મોદી થશે સામેલ

મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

CM Oath Ceremony: મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મેઘાલયમાં 7 માર્ચે સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ થશે. જ્યારે નાગાલેન્ડમાં શપથ ગ્રહણ સમારોહ 7 માર્ચે બપોરે 1:45 વાગ્યે અને ત્રિપુરામાં 8 માર્ચે સવારે 11 વાગ્યે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ગુરુવારે (2 માર્ચ) ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ તેના સહયોગી દળો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે. મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના વડા કોનરાડ કે. સંગમા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. ત્રિપુરામાં માણિક સાહા ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને નાગાલેન્ડમાં NDPP સુપ્રીમો નેફિઉ રિયો પાંચમી મુદત માટે મુખ્યમંત્રી તરીકે પદ સંભાળશે.

ભાજપે મેઘાલયમાં કોનરાડ સંગમાને સમર્થન આપ્યું

કોનરાડ સંગમા શુક્રવારે મેઘાલયના ગવર્નર ફાગુ ચૌહાણને મળ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે 32 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રજૂ કર્યો હતો. સંગમાએ કહ્યું હતું કે તેમને ભાજપ, HSPDP અને બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે કહ્યું કે નવી સરકાર 7 માર્ચે શપથ લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં હાજર રહેવાની સંમતિ આપી દીધી છે.

મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ 59 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. ગુરુવારે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં NPP 26 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. UDPને 11 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસ અને TMCએ પાંચ-પાંચ અને ભાજપે બે બેઠકો જીતી હતી.

ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી છે જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ એક બેઠક જીતી છે. મુખ્યમંત્રી માણિક સાહાએ શુક્રવારે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને તેમની સરકારનું રાજીનામું સોંપ્યું હતું. તેમણે કહ્યું કે નવી સરકાર 8 માર્ચે શપથ લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં હાજરી આપશે.

નાગાલેન્ડમાં એનડીપીપી-ભાજપની જીત

નાગાલેન્ડમાં 60 સભ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં NDPP-BJPને 37 બેઠકો મળી છે. જેમાંથી એનડીપીપીને 25 અને ભાજપને 12 બેઠકો મળી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સાત બેઠકો, NPF પાંચ અને નગા પીપલ્સ ફ્રન્ટ, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) અને આરપીઆઈ (આઠવલે)એ બે-બે બેઠકો જીતી હતી. જનતા દળ (યુનાઈટેડ)એ એક બેઠક જીતી છે, જ્યારે ચાર અપક્ષોએ જીત મેળવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડGir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળીBhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડVadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget