Kashmir Killings: જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સબ ઇન્સ્પેક્ટરની કરી હત્યા, ઘરમાં ઘૂસીને મારી ગોળી
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક હત્યા કરી છે. પુલવામામાં એક સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
Kashmir Killings: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક હત્યા કરી છે. આ વખતે પુલવામામાં એક સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આતંકીઓએ ઘરમાં ઘૂસીને પોલીસ અધિકારીની હત્યા કરી હતી. આતંકીઓએ ઘરમાં ઘૂસીને સબ ઈન્સ્પેક્ટર ફારુક અહેમદ મીરને નિશાન બનાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ પોલીસ અધિકારીને તેમના ઘરમાંથી અપહરણ કરીને નજીકના ખેતરમાં લઈ જઈને ગોળી મારી દેવામાં આવી હતી. બેથી ત્રણ આતંકવાદીઓએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, સબ ઇન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીર IRPની 23મી બટાલિયનના હતા અને હાલમાં તેઓ CTC લેથીપોરામાં તૈનાત હતા.
Dead body of Farooq Ah Mir of Samboora Si(M) posted in IRP 23 BN was found in paddy fields near his home. Preliminary investigation reveals that he had left his home for work in his paddy fields last evening,where he was shot dead by terrorists using a pistol: Kashmir Zone Police
— ANI (@ANI) June 18, 2022
ટાર્ગેટ કિલિંગ અંગે ચિંતા વધી
આ હત્યા પાછળ કોનો હાથ છે જાણી શકાયું નથી. એક રિપોર્ટ અનુસાર, આ ઘટના મોડી રાત્રે બની હતી. આ પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેનાથી ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ચિંતા વધી છે. કારણ કે છેલ્લા એક મહિનામાં આતંકવાદીઓએ આ જ રીતે અનેક નાગરિકોની ગોળી મારીને હત્યા કરી હતી.
J&K | A bullet-riddled body of a Police Sub Inspector was found under mysterious circumstances in Pampore area of South Kashmir's Pulwama district. More details awaited.
— ANI (@ANI) June 18, 2022
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ માટે આતંકવાદીઓ એક નવો પડકાર ઉભો કરી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની 6 ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સતત આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી રહ્યા છે. ભૂતકાળમાં સુરક્ષા દળોએ લશ્કરના 6 આતંકવાદીઓને ઠાર કર્યા છે.