શોધખોળ કરો
Advertisement
250 કિલોમીટર ચાલીને પોલીસ જવાન ફરજ પર પરત ફર્યો, સ્ટાફે આ રીતે કર્યું ભવ્ય સ્વાગત
મધ્યપ્રદેશના રીવામાં એક પોલીસ કર્મચારી ડ્યૂટી જોઈન કરવા માટે ગોરખપુરથી ચાલીને રીવા પહોંચ્યો હતો.
રીવા: મધ્યપ્રદેશના રીવામાં એક પોલીસ કર્મચારી ડ્યૂટી જોઈન કરવા માટે ગોરખપુરથી ચાલીને રીવા પહોંચ્યો હતો. પોલીકર્મી મનીષ પાંડેના રીવા પહોંચવા પર પોલીસ વિભાગ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રીવાના ટ્રાફિક શાખામાં નોકરી કરતા પોલીસકર્મી મનીષ પાંડે ગોરખપુરના રહેવાસ છે. જે 18 માર્ચે સાત દિવસની રજા લઈને ગોરખપુર ગયા હતા. પરંતુ લોકડાઉનના કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. ત્યાંથી તેણે પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી તો તેને ગોરખપુર પોલીસ સ્ટેશનમાં જ રજીસ્ટરમાં હાજરી કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ પ્રશાસનિક કારણોથી ત્યાં હાજરી ન દાખલ થઈ શકી.
મનીષના પિતા પણ પોલીસ વિભાગમાં કાર્યરત હતા. તેમણે મનીષને કોઈ પણ રીતે રીવા જવાનું કહ્યું કારણ કે આ સમયે પોલીસ વિભાગને જવાનોની જરૂર છે. પિતા પાસેથી હિમ્મત મેળવી 22 એપ્રિલે મનીષ ચાલીને ગોરખપુરથી રીવા જવા માટે નિકળી પડ્યા હતા. વચ્ચે-વચ્ચે તેમને વાહનોનો સહારો મળ્યો હતો. પરંતુ તેમ છતા તે આશરે 250 કિલોમીટર જેટલું ચાલ્યા હતા તેમના ગોરખપુર સ્થિત ગામ ગગડાથી રીવાનું અંતર 450 કિલોમીટર છે.
27 તારીખની મોડી રાત્રે મનીષ રીવા પહોંચ્યો હતો. મનીષે જણાવ્યું કે બનારસમાં તેનું ચેકઅપ થયું હતું અને ત્યાંથી સ્વાસ્થ્ય પ્રમાણપત્ર લઈને તે રીવા પહોંચ્યો હતો. રીવા બાયપાસ પહોંચવા પર તેણે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ સન્માન સાથે તેનું સ્વાગત કર્યું હતું. પોલીસ અધિકારીઓએ મનીષના રીવા પહોંચ્વા પર ફૂલ માળા પહેરાવી અને તાળીઓ પાડી તેનું સ્વાગત કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
શિક્ષણ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion