Presidential Election 2022 Live: રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન પૂર્ણ, ગુજરાતના તમામ ધારાસભ્યોએ કર્યું વોટિંગ, જાણો કોંગ્રેસના કયા નેતાએ કર્યું સૌથી છેલ્લે મતદાન
ચૂંટણી પંચ અનુસાર આ વખતે એક સાંસદના વોટની કિંમત 700 છે. તે જ સમયે, દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે.
Background
Presidential Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે. 21 જુલાઈએ પરિણામોની ઘોષણા પછી, નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 25 જુલાઈ, 2022 ના રોજ યોજાશે. આજે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંસદભવનના રૂમ નંબર 63માં 6 બૂથ બનાવવામાં આવ્યા છે. જેમાં એક દિવ્યાંગ મતદાર માટે છે. વિવિધ રાજ્યોના કુલ 9 ધારાસભ્યો સંસદ ભવનમાં મતદાન કરશે. યુપીમાંથી 4, ત્રિપુરામાંથી 2, આસામમાંથી 1, ઓડિશામાંથી 1, હરિયાણામાંથી 1 જ્યારે વિધાનસભાઓમાં 42 સાંસદો મતદાન કરશે.
રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન પૂર્ણ
રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 21 જુલાઈએ મતગણતરી થશે,
Voting in the election being held for the post of President of India is over at Parliament
— ANI (@ANI) July 18, 2022
(File Pic) pic.twitter.com/Yk3YEZlPPM
ગુજરાતના તમામ ધારાસભ્યોએ કર્યું વોટિંગ
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતના તમામ ધારાસભ્યોએ વોટિંગ કર્યુ છે. કોંગ્રેસના મોહનભાઈ વાળાએ સૌથી છેલ્લે મતદાન કર્યુ હતું. પિતાના મૃત્યુના કારણે મતદાન કરવામાં મોડું થયું હતું.





















