Presidential Election Result: દ્રૌપદી મુર્મૂને ત્રીજા રાઉન્ડના અંતે કુલ 2161 મત મળ્યા, કુલ મતના 50 ટકાથી વધુ આંકડો પાર થયો
ભારતના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ સવાલ પરથી આજે પડદો ઉઠશે. 18મી જુલાઈએ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીની આજે મતગણતરી થશે
LIVE
Background
Presidential Election Result: ભારતના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ સવાલ પરથી આજે પડદો ઉઠશે. 18મી જુલાઈએ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીની આજે મતગણતરી થશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંસદ ભવનમાં મતગણતરી કરવામાં આવશે. રૂમ નંબર 63માં મતગણતરી કરવામાં આવશે. આ જ રૂમમાં મતદાન પણ થયું હતું. મતગણતરી માટે તમામ રાજ્યોની વિધાનસભાઓમાંથી મતપેટીઓ આવી ગઈ છે. સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
આ રીતે મતગણતરી થશે
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌથી પહેલા સંસદ ભવન (સનદ ભવન)માં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. સંસદ ભવનમાં કુલ 730 મત પડ્યા હતા. આ મતોની ગણતરી બાદ રાજ્યોમાં પડેલા મતોની ગણતરી શરૂ થશે. આ માટે 10 રાજ્યોની મતપેટીઓ વારાફરતી મૂળાક્ષરોના ક્રમમાં બહાર કાઢવામાં આવશે. ઉદાહરણ તરીકે, પ્રથમ 10 રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોનો સમાવેશ થશે.
દ્રૌપદી મુર્મૂ ચૂંટાશે
બીજેપી સાંસદ રાજકુમાર ચાહરે કહ્યું હતું કે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે આંકડા તરફેણમાં છે. વિરોધી ઉમેદવાર યશવંત સિન્હાની જીતની શક્યતા ખૂબ ઓછી છે કારણ કે વિવિધ રાજ્યોમાંથી દ્રૌપદી મુર્મૂની તરફેણમાં ક્રોસ વોટિંગના અહેવાલો પણ આવ્યા છે. મુર્મૂના ચૂંટણી પ્રચાર પર નજર રાખતા ભાજપના સૂત્રો દાવો કરે છે કે મુર્મૂને ઓછામાં ઓછા 65 ટકા મત મળશે, તેથી તેમની જીત નિશ્ચિત છે.
સૌથી વધુ મત યુપીમાંથી
આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદારયાદીમાં કુલ 4809 મતદારો છે. જેમાંથી 776 સાંસદ અને 4033 ધારાસભ્યો છે. સાંસદોના એક વોટનું મૂલ્ય 700 છે જ્યારે ધારાસભ્યોના એક વોટનું મૂલ્ય દરેક રાજ્યમાં બદલાય છે. ઉત્તર પ્રદેશમાં ધારાસભ્યોના એક વોટનું મહત્તમ મૂલ્ય 208 છે જ્યારે સૌથી ઓછું 7 સિક્કિમમાં છે.
દ્રૌપદી મુર્મૂને ત્રીજા રાઉન્ડના અંતે કુલ 2161 મત મળ્યા
ત્રીજા રાઉન્ડ સુધી, કુલ માન્ય મત 3219 છે અને કુલ મૂલ્ય 8,38,839 છે જેમાંથી દ્રૌપદી મુર્મૂને 5,77,777ના મૂલ્યના 2161 મત મળ્યા છે. યશવંત સિંહાને 2,61,062ના મૂલ્યના 1058 વોટ મળ્યાઃ પી.સી મોદી, સેક્રેટરી જનરલ, રાજ્યસભા
So, upto this round, the cumulative total is - total valid votes is 3219 with total value of 8,38,839 of which Droupadi Murmu gets 2161 votes of the value of 5,77,777. Yashwant Sinha get 1058 votes of the value of 2,61,062: PC Mody, Secretary General, Rajya Sabha pic.twitter.com/nMfhwu16um
— ANI (@ANI) July 21, 2022
દ્રૌપદી મુર્મૂએ 50% મતો મેળવી લીધા છે
NDA પ્રમુખપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ત્રીજા રાઉન્ડની ગણતરીના અંતે કુલ માન્ય મતોના 50% મતો મેળવી લીધા છે જેથી તેઓ દેશના રાષ્ટ્રપતિ બનવા માટે તૈયાર છે.
NDA Presidential candidate #DroupadiMurmu crosses the 50% mark of total valid votes at the end of the third round of counting; set to become the President of the country. pic.twitter.com/SSeAZkr7w1
— ANI (@ANI) July 21, 2022
17 સાંસદોએ દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન વખતે કુલ 17 સાંસદોએ NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
17 MPs have cross-voted in the Presidential elections, in favour of NDA's candidate Droupadi Murmu: Sources
— ANI (@ANI) July 21, 2022
BJP હેડક્વાર્ટરની બહાર ઉજવણી શરૂ
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ જીતની નજીક હોવાથી, દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરની બહાર ઉજવણી માટે મોટી સંખ્યામં લોકો એકઠા થયા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી હજુ ચાલુ છે, પરંતુ દ્રૌપદી મુર્મૂએ અજેય લીડ બનાવી લીધી છે.
દ્રૌપદી મૂર્મુએ 71 ટકાથી વધુ મતો સાથે અજેય લીડ મેળવીઃ
અત્યાર સુધીમાં કુલ 1886 મતોની ગણતરી થઈ ચૂકી છે. તેમાંથી દ્રૌપદી મૂર્મુને 1349 વોટ મળ્યા જેનું મૂલ્ય 4,83,299 છે અને યશવંત સિંહાને 537 વોટ મળ્યા જેનું મુલ્ય 1,89,876 છે. દ્રૌપદી મુર્મૂને કુલ મતદાનમાંથી 71.79 ટકા મત મળ્યા છે.