શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન: જમીન વિવાદમાં પુજારીને જીવતા સળગાવી દેવાયા, જાણો મુખ્યમંત્રી ગહેલોતે શું કહ્યું ?
રાજસ્થાનના કરૌલીમાં એક સાધૂને જીવતા સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. પૂજારીને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી હતી બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
જયપુર: રાજસ્થાનના કરૌલીમાં એક સાધૂને જીવતા સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. પૂજારીને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી હતી બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ છે, લોકોનું કહેવું છે કે રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે નહી. પોલીસના અનુસાર બંને પક્ષો વચ્ચે મંદિરની જમીનને લઈ પહેલાથી જ વિવાદ હતો.
આ સમગ્ર ઘટનાક્રમ કરૌલી સપોટરા પોલીસ સ્ટેશન વિસ્તારની ગ્રામ પંચાયત બુકનાનો છે. અહીં મંદિર પર 50 વર્ષના બાબૂલાલ વૈષ્ણવ પૂજા કરતા હતા અને મંદિર માફીની જમીન પર તેમનો કબજો હતો. પરંતુ આ જમીન પર ગામના દબંગ કૈલાશ મીણાની નજર હતી. આ જમીન પર કબજો કરવા માટે આરોપી કૈલાશ મીણાએ પુજારી પર પેટ્રોલ નાખી સળગાવી દિધા હતા.
આ ઘટના બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું 'પ્રદેશમાં દરેક પ્રકારના ગુનાઓની ઘટનાઓ વધી રહી છે. સપોટરામાં મંદિરમાં પુજારીને જીવતા સળગાવી દેવાની ઘટના દર્શાવે છે કે આરોપીઓમાં કાયદાનો ભય સમાપ્ત થઈ ગયો છે. પ્રદેશના લોકો ભયભીત છે, ડરેલા છે, ગહલોતજી તમે ક્યા સુધી આરોપીઓના મસીહા બનીને રહેશો?'
આ ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કરૌલી જિલ્લાના સપોટરામાં મંદિરના પુજારીને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં જેટલી નિંદા કરવામાં આવે, જેટલુ દુખ વ્યક્ત કરવામાં આવે તે ઓછું છે.
આ સમગ્ર ઘટનાક્રમ પર મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ ટ્વિટ કર્યું છે અને ઘટના પર દુખ વ્યક્ત કરતા દોષીતોને કડક સજા આપવાની જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion