શોધખોળ કરો
સુષ્મા સ્વરાજના પાર્થિવદેહને જોઈને PM નરેન્દ્ર મોદી ભાવુક થયા ને રડી પડ્યાં, પુત્રીને પાઠવી સાંત્વના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ ગમગીન માહોલમાં સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજના માથા પર હાથ ફેરવી તેમના દિલાસો આપ્યો હતો.
![સુષ્મા સ્વરાજના પાર્થિવદેહને જોઈને PM નરેન્દ્ર મોદી ભાવુક થયા ને રડી પડ્યાં, પુત્રીને પાઠવી સાંત્વના Prime Minister Narendra Modi pays last respects to BJP leader Sushma Swaraj સુષ્મા સ્વરાજના પાર્થિવદેહને જોઈને PM નરેન્દ્ર મોદી ભાવુક થયા ને રડી પડ્યાં, પુત્રીને પાઠવી સાંત્વના](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/07104838/Facebook.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા કાર્યકાળમાં પોતાના મંત્રીમંડળના સહયોગી રહી ચૂકેલા સુષ્મા સ્વરાજના નશ્વર દેહને જોઈ ખૂબ જ ભાવુક થયા હતાં. સુષ્મા સ્વરાજના દિલ્હી સ્થિત આવેલા ઘરે નશ્વર દેહની સામે હાથ જોડી વડાપ્રધાનની આંખો જાણે આસુંથી ભરાય ગઈ હતી. તેઓ પોતાની પાર્ટીના ખૂબ જ તેજ અને લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપતાં ખૂબ જ ભાવુક જોવા મળ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ ગમગીન માહોલમાં સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજના માથા પર હાથ ફેરવી તેમના દિલાસો આપ્યો હતો. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી તરીકે કામગીરી કરી હતી. તેઓ વિદેશમાં બેઠેલા ભારતીયોને અડધી રાત્રે પણ મદદ કરતાં હતા.
સુષ્મા સ્વરાજ એક એવું વ્યક્તિત્વ હતાં કે, તેમને ભારતીય રાજકારણમાં તમામ લોકો યાદ કરશે. સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન કરવા માટે પક્ષ-વિપક્ષના તમામ નેતાઓ પહોંચી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથા કોવિંદ પણ સુષ્માજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુષ્માને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં તે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)