શોધખોળ કરો
PM મોદી આવતી કાલે ‘ઈન્ડિયા ગ્લોબલ વીક 2020’નું કરશે વર્ચુઅલ ઉદ્ઘાટન
ત્રણ દિવસ સુધી ચાલનારી કોન્ફરન્સમાં વેપાર, રણનીતિક અને સાંસ્કૃતિક મુદ્દા પર ચર્ચા થશે.

નવી દિલ્હી: બ્રિટનમાં ઈન્ડિયા ગ્લોબલ વીક 2020નો ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ગુરવાર (9 જુલાઈ)થી શરુ થવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ ઉદ્ઘાટન કરશે. કોરોના મહમારી વચ્ચે પ્રધાનમંત્રી મોદી પહેલીવાર કોઈ આતંરરાષ્ટ્રીય કાર્યક્રમનું ઉદ્ઘટાન અને સંબોધન પણ કરશે. 9 થી 11 જુલાઈ સુધી ચાલનારા આ કાર્યક્રમને વડાપ્રધાન મોદી સિવાય વિદેશ મંત્રી એસ જયશંકર, રેલમંત્રી પીયૂષ ગોયલ, શહરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, જમ્મુ કાશ્મીરના લેફ્ટિનેટ ગર્વનર જીસી મુર્મૂ, કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, યોગગુરુ સદગુરુ તથા અન્ય લોકો ભાગ લેશે અને અલગ અલગ દિવસોમાં કોન્ફરન્સને સંબોધન કરશે. ત્રણ દિવસ સુધી ચાલનારી કોન્ફરન્સમાં વેપાર, રણનીતિક અને સાંસ્કૃતિક મુદ્દા પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા ગ્લોબલ વીક દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોન્ફરન્સનું આયોજન કરે છે. કોરોના કારણે પહેલી આ વખતે વર્ચૂઅલી આયોજન કરવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















