શોધખોળ કરો
Advertisement
મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં PM મોદીએ તેલંગાનાના CM કેસીઆરને કહ્યું- હવે વધુ લોકડાઉન નહીં
બેઠકમાં રાવે લોકડાઉનના સંબંધમાં સ્થિતિ સ્પષ્ટ કરવા વિનંદી કરી હતી. રાવે કહ્યું કે, એવી અફવાઓ છે કે દેશમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.
હૈદ્રાબાદઃ તેલંગાનાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે બુધવારે કહ્યું કે, દેશમાં હવે વધુ લોકડાઉન નહીં થાય. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં હવે કોઈ લોકડાઉન નહીં થાય અને અનલોક (પ્રતિબંધોમાં છૂટછાટ)નો સમય શરૂ થઈ ગયો છે.
પીએમને ટાંકીને કેસીઆરનું નિવેદન
રાજ્ય સરકારની પ્રેસ રિલીઝ અનુસાર પીએમએ આ ટિપ્પણી મુખ્યંત્રીઓ સાથે એક ડિજિટલ બેઠકમાં કરી છે. બેઠકનું આયોજન કોવિડ-19ની સ્થિતિ પર વિચાર કરવા માટે કરવામાં આવ્યું હતું. બેઠકમાં રાવે લોકડાઉનના સંબંધમાં સ્થિતિ સ્પષ્ટ કરવા વિનંદી કરી હતી. રાવે કહ્યું કે, એવી અફવાઓ છે કે દેશમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.
દેશમાં હવે લોકડાઉન નહીં આવે
રાવે લોકોને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પીએમે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા વગર લોકડાઉનનો નિર્મય નહીં લે. પ્રેસ રિલીઝમાં પીએમને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘દેશમાં હવે લોકડાઉન નહીં થાય. લોકડાઉનના ચાર તબક્કા પૂરા થઈ ગયા છે. હાલમાં અનલોક 1.0 ચાલી રહ્યું છે. આપણે બધાએ અનલોક 2.0 મુદ્દે ચર્ચા કરવી જોઈએ.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion