શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફેસબુક અને વ્હોટસએપને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, કહ્યું ‘લોકોની પ્રાઇવેસીની કિંમત 3 ટ્રિલિયનથી વધુ’
Whats Appની નવી પ્રાઇવેટ પોલિસી પર થઇ રહેલા વિવાદની વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે ફેસબુક અને વ્હોટસએપને ફટકાર લગાવી છે. પ્રાઇવેસી અંગેની બાંયેધરી લેખિતમાં આપવા કહ્યું છે.
Whats Appની નવી પ્રાઇવેટ પોલિસી પર થઇ રહેલા વિવાદની વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે ફેસબુક અને વ્હોટસએપને ફટકાર લગાવી છે. પ્રાઇવેસી મુદ્દે યુરોપ અને ભારતમાં અલગ અલગ મુદ્દે નારાજગી છે. આ સાથે ફેસબુક વ્હોટસએપને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એ લેખિતમાં આપવાનું રહેશે કે લોકોના મેસેજ વાંચવામાં નથી આવતા. આ મુદ્દે આગળની સુનાવણી ચાર સપ્તાહ બાદ થશે.
કોર્ટે ફેસબુક અને વ્હોટસએપને કહ્યું કે, ‘તમારી 2 કે 3 ટ્રિલિયનની કંપની હશે પરંતુ લોકોની પ્રાઇવેસીની કિંમત તેનાથી વધુ છે અને લોકોને આવું માનવાનો હક છે. ભારતમાં ડેટા પ્રોટેકશનનો કાયદો બનનાર છે, જો કે તે પહેલા જ વ્હોટસએપ નવી પોલીસી લાવ્યું છે.
આ મામલો વ્હોટસએપની એ પ્રાઇવેટ પોલિસી સાથે જોડાયેલો છે. જે 2016માં આવી હતી. આ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, નાગરિકોના પ્રાઇવેટ ડેટાને સુરક્ષિત રાખવા અને તેના અયોગ્ય ઉપયોગને રોકવા માટે તે કોઇ કાયદો બનાવી રહી છે.? સરકારે આ મુદ્દે જવાબ આપવો પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion