શોધખોળ કરો
Advertisement
મુઝફ્ફરનગર : પ્રિયંકા ગાંધીએ હિંસામાં પીડિત લોકો સાથે કરી મુલાકાત, મેરઠ પણ જશે
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં એ પીડિતો સાથે મુલાકાત કરી જે પોલીસની લાઠીનો શિકાર થયા હતા.
મુઝફ્ફરનગર: કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં એ પીડિતો સાથે મુલાકાત કરી જે પોલીસની લાઠીનો શિકાર થયા હતા. આ એ પીડિતો છે જે નાગરિકતા કાયદાની વિરૂદ્ધ પ્રદર્શનમાં પોલીસે માર માર્યો હતો. 20 ડિસેમ્બરના નાગરિકતા કાયદાની વિરૂદ્ધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું, આ દરમિયાન જોરદાર પથ્થરમારો થયો હતો. ઘણી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી, દેના બેંકમાં તોડફોડ કરવામાં આવી હતી. હિંસક ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જનો શિકાર થયેલા લોકોને મળવા પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા.
આ દરમિયાન પાંચ બાઇક અને સ્કૂટી સહિત ડઝન વાહનોમાં આગ લાગી હતી. જ્યારે એક પોલીસ ચોકીને ફૂંકી મારવામાં આવી હતી. જ્યારે ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો તેમજ લાઠી ચાર્જ કર્યો હતો. આ મુલાકાત સમયે પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદ અને પૂર્વ ધારાસભ્ય પંકજ મલિક પણ જોવા મળ્યાં. જ્યાં પ્રિયંકા ગાંધીએ નૂરાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધી પરત સમયે મેરઠની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીનો કાફલો નહરની પટરી જઇને મુઝફ્ફરનગર પહોંચ્યો હતો. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી એ હિંસામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.Priyanka Gandhi Vadra in Muzzafarnagar: I met Maulana Asad Hussaini who was brutally thrashed by Police, students of Madarsa including minors were picked up by Police without any reason, of them some were released and some are still in custody. pic.twitter.com/MROah9Qb0f
— ANI UP (@ANINewsUP) January 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement