શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રયાગરાજમાં પ્રિયંકા ગાંધી સામાન્ય શ્રદ્ધાળુની જેમ જ લગાવશે ડુબકી, નહીં મળે VIP સુવિધા
પ્રિયંકાની પ્રયાગરાજ યાત્રાને ભાજપના મતદાતાઓને આકર્ષવા અને હિંદી હૃદયભૂમિમાં પોતાનું સ્થાન જમાવવા માટે એક મહત્ત્વપૂર્ણ રાજનીતિક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે બપોરે પવિત્ર સંગમમાં ડુબકી લગાવવા માટે પ્રયાગરાજ જશે. પરંતુ આ દરમિયાન તેમને કોઈ પણ વીઆઈપી સુવિધા નહીં મળે. પ્રયાગરાજના આઈજી કેપી સિંહે આ વાતની જાણકારી આપી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાની યાત્રા પર આઈજી પ્રયાગરાજ કેપી સિંહે કહ્યું કે, “આજ મેળાનો પીક દિવસ છે, અમે કોઈને પણ વીઆઈપી સુવિધા નહીં આપીએ. એવો કોઈ પ્રોટોક્લ નથી, તે એક સામાન્ય વ્યક્તિની જેમ જ આવી શકે છે અને અનુષ્ઠાનમાં ભાગ લઈ શકે છે.”
જણાવીએ કે, પ્રિયંકાની પ્રયાગરાજ યાત્રાને ભાજપના મતદાતાઓને આકર્ષવા અને હિંદી હૃદયભૂમિમાં પોતાનું સ્થાન જમાવવા માટે એક મહત્ત્વપૂર્ણ રાજનીતિક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદિઓનો સંગમ છે. આ પહેલા, વચગાળાના કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ સંગમ પર પવિત્ર સ્નાન કર્યું હતું.
આજે મૌની અમાવસ્યાના અવસર પર પ્રિયંકા ગાંધી સંગમ નગરી પ્રયાગરાજ પહોંચશે અને ગંગામાં સ્નાન કરશે. એટલું જ નહીં, આ દરમિયાન તેઓ શંકરાચાર્ય સાથે મુલાકાત કરશે અને આનંદ ભવન પણ જશે. ઉત્તર પ્રદેશમાં 2022માં વિધાનસભા ચૂંટણી થાની છે. યૂપીમાં કોંગ્રેસની જમીન મજબૂત કરવા માટે પ્રિયંકા ગાંધી ખુલીને મેદાનમાં ઉતરી ચૂકી છે.As today is the peak day for Mela (on Mauni Amavasya), we will not give VIP treatment to anyone. There is no protocol, they can come like a normal person & participate in the rituals: KP Singh, IG Prayagraj on Priyanka Gandhi Vadra's visit pic.twitter.com/fLYNeAWNUg
— ANI UP (@ANINewsUP) February 11, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion