(Source: ECI/ABP News/ABP Majha)
Punjab Congress Crisis :થોડીવારમાં કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું- સૂત્ર
Punjab Congress Crisis Live: આજે પંજાબ કૉંગ્રેસ માટે ખૂબ જ મોટો દિવસ છે. કૉંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે.
Punjab Congress Crisis Live: આજે પંજાબ કૉંગ્રેસ માટે ખૂબ જ મોટો દિવસ છે. કૉંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને સામેલ થવાનું કહેવામાં આવ્યું છે. સમાચાર છે કે કૉંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદ છોડવા માટે કહ્યું છે.
થોડીવારમાં મુખ્યમંત્રી પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું આપશે. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપતાની સાથે જ તેઓ કૉંગ્રેસમાંથી પણ રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનીય છે કે સાંજે પાંચ વાગ્યે કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક છે.
સૂત્રોના મતે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહએ સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્ધારા તેઓને વિશ્વાસમાં લીધા વિના કોગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવા પર વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, જો આવી જ રીતે તેઓને નજરઅંદાજ કરવામાં આવશે તો તેઓને મુખ્યમંત્રી પદ પર રહેવામાં કોઇ ઇચ્છા નથી. સિંદ્ધુના સમર્થક ધારાસભ્યો કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચા છે. સૂત્રોના મતે નારાજ ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ અથવા સુનીલ જાખડનું નામ આગામી ધારાસભ્ય દળ નેતાના રૂપમાં આગળ કરી શકે છે. પંજાબ કોગ્રેસના પ્રભારી હરીશ રાવત ધારાસભ્યોની બેઠકમાં સામેલ રહી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે આજે કોગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવશે કે અમરિંદર ચૂંટણી સુધી પંજાબના મુખ્યમંત્રી રહેશે કે નહીં. આ અગાઉ હરિશ રાવતે કહ્યું હતું કે આગામી ચૂંટણી કેપ્ટન અમરિંદર સિંહની આગેવાનીમાં જ લડવામાં આવશે. કોગ્રેસ ધારાસભ્ય દળની બેઠક અગાઉ પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ચંડીગઢમાં કોગ્રેસ ભવન પહોંચ્યા છે.
કોગ્રેસ ધારાસભ્યોની બેઠક પર પંજાબ કોગ્રેસ મહાસચિવ પરગત સિંહે કહ્યું કે, પાર્ટીમાં કોઇ કલહ નથી. આજે પાર્ટીની પોલિસી પર ચર્ચા માટે બેઠક બોલાવી છે. જ્યારે ધારાસભ્ય રાજ કુમાર વેરકાએ કહ્યું કે, બેઠકમાં હાઇકમાન્ડે લીધેલો નિર્ણય તમામને માન્ય રહેશે.